સુરતમાં પુષ્પા: ધ રાઈઝ ફિલ્મની સાડી બજારમાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Surat1.jpg)
સુરત, પુષ્પાઃ ધ રાઇઝ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ ગઈ છે કે તેના નામ પર બજારમાં અવનવી વસ્તુઓ પણ આવી રહી છે. સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં પુષ્પા સાડીથી એક નવી શરૂઆત કરવામાં આવી છે. જાેકે, આ સાડી બનાવવાની શરૂઆત એક શોખ માટે કરવામાં આવી હતી.
આ સાડીઓની પ્રિન્ટ સોશિયલ મીડિયા પર આવી કે તરત જ ઓર્ડર મળવા લાગ્યા છે. તેલુગુ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ જેવી રીતે છેલ્લા થોડા સમયથી ફિલ્મી પડદે ધૂમ મચાવે છે તેવી જ રીતે સુરતની આ સાડી પણ ધૂમ મચાવે તો નવાઈ નહીં! એશિયાની સૌથી મોટી સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આ પહેલો પ્રયોગ નથી.
સ્થાનિક કાપડના વેપારીઓ સમયાંતરે શોખ અને કોમર્શિયલ સ્તરે આવા પ્રયોગો કરતા હોય છે. પછી ૨૦૧૪નો ફિફા વર્લ્ડ કપ હોય કે પછી નરેન્દ્ર મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા તેની લોકપ્રિયતા હોય. સુરતના કાપડ બજારના વેપારીઓ આવી તક ઝડપતા રહે છે.
મોદી, યોગી અને બાહુબલી બાદ પુષ્પા સાડી સુરતના બજારમાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર બાહુબલી ફિલ્મ બાદ હવે પુષ્પા ફિલ્મની ઝલક પણ સુરત ટેક્સટાઈલ માર્કેટની સાડીઓ પર જાેવા મળી છે. આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. તાજેતરમાં જ મોદી યોગી સાડીએ યુપીના કાપડ બજારોમાં ધૂમ મચાવી છે.
ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીને તેમાં સામેલ કર્યા બાદ તેનો રાજકીય અને બિઝનેસ ક્રેઝ વધુ વધી ગયો છે. હવે આ શ્રેણીમાં લોકપ્રિય સાઉથ ઇન્ડિયન ફિલ્મ પુષ્પા પણ સાડીઓમાં જાેવા મળી છે. શોખ ખાતર બનાવેલી આ સાડી વાયરલ થતા ઓર્ડર મળવા લાગ્યા છે.
વેપારીના કહેવા પ્રમાણે શરૂઆતમાં સાડી શોખથી બનાવી હતી. ઓર્ડર મળવા લાગ્યા બાદ કાપડ માર્કેટના યુવાન કાપડ વેપારી ચરણપાજીએ છ મીટરની સાડી પર પ્રિન્ટ કરાવી હતી.
તેમણે પ્રિન્ટેડ સેમ્પલ સાડીની દુકાનમાં આવ્યા પછી તેને સોશિયલ મીડિયા પર મૂક્યું હતું. પછી તરત જ સ્થાનિક અને બહારના કાપડ બજારના વેપારીઓને આ ડિઝાઇન પસંદ આવવા લાગી હતી અને તેમને ઓર્ડર પણ મળવા લાગ્યા. હાલમાં આ સાડી સુરતમાં માત્ર એક જ મિલમાં પ્રિન્ટ થઈ રહી છે, પરંતુ જેમ જેમ ક્રેઝ વધતો જાય છે તેમ તેમ અન્ય મિલોમાં પણ પ્રિન્ટ થવાનો અવકાશ છે.SSS