હિજાબ વિવાદઃ હાઈકોર્ટના ચુકાદા બાદ સ્કૂલો અને કોલેજો ખોલવા અંગે વિચારીશું: બસવરાજ બોમ્મઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Basavraj.jpeg)
કર્ણાટક, કર્ણાટકમાં હિજાબ વિવાદને લઈને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કહ્યુ છે કે, રાજ્યમાં સ્કૂલો અને કોલેજો ક્યારે ખોલવી તે અંગે કોઈ તારીખ નક્કી નથી.
તેમણે આગળ કહ્યુ હતુ કે, પહેલા અમે સોમવારે હાઈકોર્ટ શું આગળ ચુકાદો આપે છે તેનો અભ્યાસ કરીશું અને એ પછી સ્કૂલો અને કોલેજો ખોલવા પર વિચાર કરીશું.
ઉલ્લેખનીય છે કે, સ્કૂલ અને કોલેજોમાં રાજ્ય સરકારે યુનિફોર્મ ફરજિયાત બનાવ્યા બાદ જાન્યુઆરીમાં ઉડુપી જિલ્લામાં 6 વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી હતી.કોલેજે તેમને હિજાબ પહેરવા માટે ના પાડી હતી.તેના વિરોધમાં બીજા વિદ્યાર્થીઓએ ભગવો ખેસ ધારણ કરવાનુ શરુ કર્યુ હતુ અને એ પછી શરુ થયેલા વિવાદની દુનિયાના બીજા દેશોમાં પણ ચર્ચા થઈ રહી છે.
વિવાદ વધ્યા બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસ માટે સ્કૂલો અને કોલેજો બંધ કરવાનુ એલાન કર્યુ હતુ.દરમિયાન હાઈકોર્ટે જ્યાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ધાર્મિક ઓળખવાળા કપડા પહેરવા પર રોક લગાવી છે.
આમ છતા કર્ણાટક સરકારે હાલમાં સ્કૂલો નહીં ખોલવાનુ એલાન કર્યુ છે. બીજી તરફ હિજાબ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ તાજેતરમાં પિટિશન કરવામાં આવી છે.