દેશની બધી ટ્રેનોમાં તા. ૧૪ ફેબ્રુઆરીથી યાત્રીઓને રાંધેલું ભોજન ઉપલબ્ધ થશે

મુંબઇ, દેશભરમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે ૧૪ ફેબ્રુઆરી એટલે કે બે દિવસમાં દેશમાં બધી જ ટ્રેનોમાં કોરોના કાળ પહેલા જેવી કેટરીંગ સેવા શરુ કરી દેવાનો રેલવેએ ર્નિણય કર્યો છે એટલે કે હવે બધી જ લાંબા અંતરની ટ્રેનોમાં યાત્રીઓને રાંધેલુ ભોજન ઉપલબ્ધ થઇ શકશે.
ઇન્ડીયન રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) અનુસાર પ્રિમીયમ ટ્રેનોમાં તો કુક ફૂડની શરુઆત અગાઉથી જ કરી દેવાઈ હતી.
અત્યાર સુધીમાં ૪૨૮ ટ્રેનોમાં તેની શરુઆત થઇ ચૂકી છે. અને હવે આગામી બે દી’માં ૧૦૦ ટકા ટ્રેનોમાં આ સેવા અગાઉની જેમ શરુ થઇ જશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી અને તેના પગલે આવેલા લોકડાઉનના કારણે ૨૩ માર્ચ ૨૦૨૦થી બધી ટ્રેનોમાં ફૂડ સેવા બંધ કરી દેવાઈ હતી. બાદમાં દેશભરમાં અનલોકની શરુઆત થતા ૫ ઓગસ્ટ ૨૦૨૦થી પસંદગીની ટ્રેનોમાં રેડી ટુ ઇટ ભોજનની શરુઆત થઇ હતી.
ટ્રેનમાં ઓનલાઇન ભોજન બુકીંગનો અપાયો વિકલ્પ ઃ તા. ૬ અને ૭ જાન્યુઆરીથી રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનોમાં ફરીથી ઓનલાઈન ભોજન બુકીંગની વ્યવસ્થા શરુ કરાઇ હતી. જે યાત્રીઓએ ટીકીટના બુકીંગ સમયે ખાવાનું બુક નથી કરાવ્યું તેઓ હવે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઇને બુક કરાવી શકે છે. જે બુકીંગ ટ્રેનના નિર્ધારિત સમયથી ચાર કલાક પહેલા ઉપડનાર ટ્રેનોના ચાર્ટિંગથી પહેલા થવું જાેઇએ.
જ્યારે ૧૪મી ફેબ્રુઆરીથી બધી ટ્રેનોમાં કેટરીંગ સેવા શરુ થવાની છે ત્યારે ખોરાકનો પણ સર્વે થશે. કારણ કે ટ્રેનોમાં સફ દરમિયાન યાત્રીઓની સૌથી મોટી ફરિયાદ હોય છે ભોજનની ગુણવત્તાની અથવા તો છાપેલા મૂલ્ય કરતા વધુ પૈસા લેવા કે બિલ ન આપવું. આ મામલે સોશિયલ મીડિયામાં પણ રોજેરોજ ફરિયાદ જાેવા મળે છે. હવે રેલવે આ ફરિયાદોના નિવારણને લઇને સર્વે કરી રહ્યું છે. જેમાં ૪૦ સવાલ પૂછાશે. આ સર્વે પહેલી વાર થઇ રહ્યો છે અને સર્વેનું ફોર્મ આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.