ટેક્સટાઈલ – ગારમેન્ટ ઉદ્યોગને ઉગારવા નવી પોલીસી લાવવા માંગ
સરકારી યોજનાઓને વહેપારીઓ સુધી પહોંચાડવા માધ્યમ તરીકે વેપારી એસોસીએશનોનો સહયોગ મેળવવો જરૂરી
(પ્રતિનિધિ) અમદાવાદ, ટેકસટાઈલ- ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ માટે સરકાર કોઈ ઠોસ પોલીસી નહી લાવે તો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવનાર આ બને ઉદ્યોગો આગામી દિવસોમાં ઠપ થઈ જશે તેવી ભીતિ વ્યકત થઈ રહી છે.
વહેપારી જગતના વરિષ્ઠ અગ્રણી ગીરીશભાઈ કોઠારી (એ.એસ.એફ)એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટેકસટાઈલ- ગારમેન્ટ ક્ષેત્રે સરકારે કઈક વિચારવુ પડશે. જાે આ દિશામાં કોઈ ચોક્કસ પગલા નહી ભરાય તો ભારત કરતા બાંગ્લાદેશ જેવા નાના દેશો આગળ વધી જશે જયારે ભારતમાં તેની ગંભીર અસર વર્તાશે.
બીજી તરફ સરકારની જે કોઈ યોજના હોય છે તે વેપારીઓ સુધી પહોંચે તે માટે માધ્યમ ઉભા કરવા પડશે. ટેકનીકલી લેંગ્વેજને કારણે વહેપારીઓને ખબર પડતી નથી તેની જગ્યાએ ખૂબ જ સરળ- સાદી ભાષામાં સમજ પડે તે માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી પડશે ચેમ્બર ઓફ કોમર્સ મોટેભાગે સેમીનારો યોજે છે પરંતુ તેનો મેસેજ નાના વહેપારીઓ સુધી પહોંચવામાં તકલીફ ઉભી થાય છે અગર તો સરળતાથી પહોંચી શકતો નથી તેની જગ્યાએ દરેક એસોસીએશનનો સંપર્ક સાધીને તેમનો કોન્ટેકટ કરી વ્યવસ્થા ઉભી કરાય તો એસોસીએશનો પણ ચોક્કસ ફોરમમાં અભ્યાસ કરીને તેમના વહેપાીરઓને જણાવી શકે છે.
બજારની સ્થિતિ પર પ્રકાશ ફેંકતા એ.એસ.એફ. ગીરીશભાઈએ વિશેષમાં જણાવ્યુ હતું કે હાલમાં બજારમાં નાણાંકીય તંગીનો માહોલ છે રોકડ જેટલી ઝડપથી ફરવી જાેઈએ તે ફરતી નથી. બીજી તરફ બજારમાં સુસ્તી છે ઘરાકી ઓછી જાેવા મળે છે.
લગ્નગાળો ચોક્કસ ગાઈડલાઈનના કારણે પુરો થઈ ગયો. હવે જયાં સુધી નવી સીઝન આવે નહી ત્યાં સુધી પરિસ્થિતિમાં સુધારો જણાતો નથી. લોકો પણ ઉંચા ભાવથી ખરીદી કરતા નથી સરકારે ટેકસાટઈલ ગારમેન્ટ ઉદ્યોગને બહાર લાવવા માટે નવી પોલીસી લાવવી પડશે નહિ તો આ ઉદ્યોગોને તાળા લાગી જતા સમય લાગશે નહી કાચામાલના ભાવમાં ઉછાળો આવ્યો છે.
કોટનના ભાવ વધ્યા છે તેને કારણે પ્રોડકશન પર અસર થઈ છે આ તમામ સમસ્યાઓનો સામનો ઉદ્યોગો કરી રહયા છે હવે નવી પોલીસી લાવીને ઉદ્યોગો બંધ થઈ જાય તે પહેલા આવશ્યક પગલા લેવાની જરૂર છે.