ડી.એન.સી.સી. પાલડી ખાતે એડવાન્સ હેર રીડકશન ટેકનોલોજીનું આગમન
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઈનોવેશનની અંદર હંમેશા અગ્રેસર તથા નવીન સુવિધાઓ-પ્રણાલીઓને સામાન્ય દર્દી સુધી પહોંચાડનાર ડી.અન.સી.સી.(ડો. નીશિતા કોસ્મેટીક્સ ક્લિનીક પ્રાઈવટ લીમીટેડ) પાલડીએ નવુૃ સોપાન હાંસલ કર્યુ છે અને નવી અદ્યતન ટેકનોલોજી લઈને આવ્યા છે. જેના દ્વારા હેર (વાળ)ને જીવંત કરવામાં આવે છે. એડવાન્સ અને અસરકારક હેર રીડકશન ટેકનોલોજી વેવલેન્થ અને ડીમોડલેસર બંન્ને અસરકારક ફાયદા ધરાવે છે.
આ અંગે પત્રકાર પરિષદમાં વિશેષ માહિતી આપતા ડી.એન.સી. સી.ના ડાયરેક્ટર ડો.નીશિતા શેઠ તથા ડો.પ્રશાંત વિક્રમેે જણાવ્યુ હતુ કે હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ સર્જીકલ છે. જેમાં ડોેનરમાંથી રૂટ કાઢીને રૂટ બેસાડવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ હેઠળ ત્રણ મહિનાથી લઈને ૧ર મહિના સુધીમાં પૂરા વાળ આવી જતા હોય છ. ડીઅનસીસી માં આધુનિક પધ્ધતિથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. જેમાં એક રૂટનો ચાર્જ રૂા.ર૦ થી રપ લેવામાં આવે છે.
ગુજરાતમાં આહાર-વિહારની પધ્ધતિના કારણે ‘હેર ટ્રાન્સપ્લાન્ટ’ ના દર્દીઓ વધારે આવે છે. અહીંયા ‘હેર ફોલ’ થવા પાછળ મુખ્ય કારણોમાં ખોરાકની પધ્ધતિ તથા અન્ય કારણો પણ જવાબદાર છે. આપણે ત્યાં ખાવામાં પ્રોટીનનો વપરાશ ઓછો થાય છે. હાઈપ્રોટીનનો વપરાશ જેટલો હશે તો તેની સામે વાળ ઉતરવાની સમસ્યા ઓછી રહે છે.
ડી.એન.સી.સી. ‘યાગલેસર’ને લઈને આવ્યા છે. જે ટેટૂ દૂર કરવામાં એક વરદાન સમાન છે. તેથી સાથ અણગમતા ટેટુ, છુંદણા ખુબ જ સરળતાથી નીકળી જાય છેે. આ પધ્ધતિથી સ્કીનને ચમકદાર દાગહીન બનાવાય છે. જે કોઈના પણ આત્મવિશ્વાસમાં વધારો કરે છે.