છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા કુલ ૧૬૪૬ કેસ નોંધાયા

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો આંકડો ખુબ જ ઝડપથી ઘટી રહ્યો છે. રોજે રોજ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર ૧૬૪૬ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૩૯૫૫ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૧,૮૭,૨૪૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ૯૭.૮૦ ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૨,૨૮,૫૦૭ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
કુલ ૧૫૯૭૨ દર્દી એક્ટિવ છે. જે પૈકી ૧૦૩ નાગિરકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૫૮૬૯ દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે ૧૧૮૭૨૪૯ દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે ૧૦૭૯૫ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે ૨૦ નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.
ભાવનગરમાં ૨, દાહોદમાં ૧, પંચમહાલ ૧, ભરૂચમાં ૨, સાબરકાંઠામાં ૧, મહેસાણામાં ૧, સુરતમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૫ નાગરિકોનાં મોત થઇ ચુક્યો છે.
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૧૮ ને પ્રથમ અને ૩૪ ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૩૩૦૭ ને પ્રથમ અને ૧૧૧૧૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૬૮૮૮ ને પ્રથમ અને ૬૨૩૮૫ ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૮ વર્ષના ૧૬૪૬૪ ને પ્રથમ અને ૮૨૯૯૩ ને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૩૫૩૦૨ ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. ૨,૨૮,૫૦૭ કુલ ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૦,૦૯,૪૫,૫૬૪ ડોઝ અપાઇ ચુક્યાં છે.SSS