મ્યુનિ.કોર્પાેરેશને જનભાગીદારી યોજના માટે સરકાર પાસે રૂા.૧૪૨.૬૧ કરોડની માંગણી કરી
ચૂંટણી સમયે “ ઓવર બુકીંગ” થતા મ્યુનિ.તિજાેરી પર ભારણ વધુ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં સ્વર્ણિમ જનભાગીદારી યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં સુવિધાના કામ કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર તરફથી ૭૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.
૭૦ઃ૨૦ઃ૧૦ના નામે જાણીતી સદર યોજનામાં સરકાર તરફથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટ કરતા વધુ રકમના કામ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કરવામાં આવ્યા છે. તથા “ઓવર બુકીંગ” થઈ ગયું છે. જેના કારણે, મ્યુનિ.કોર્પાેરેશને ખરેખર થયેલા બુકીંગના ૭૦ ટકા લેખે ગણતરી કરીને રૂા.૧૪૨ કરોડ ફાળવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી સમયે જનભાગીદારી યોજના જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત ખાનગી સોસાયટીઓમાં આર.સી.સી.રોડ, લાઈટ તેમજ તેમજ ડ્રેનેજ લાઈનના કામો ગ્રાન્ટની રકમમાંથી કરવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા ખર્ચની ૭૦ ટકા રકમ ગ્રાન્ટ આપવામાં આવે છે. જનભાગીદારી યોજના શરૂ થઈ તે સમયથી ઓક્ટોબર-૨૦૨૧ સુધી મનપા દ્વારા કુલ રૂા.૭૬૩.૫૦ કરોડના કામ પૂર્ણ કરવામાં આવ્યા હતા. જ્યારે કુલ રૂા.૯૬૭.૨૪ કરોડનું બુકીંગ કરવામાં આવ્યંુ છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવેલા રૂા.૭૬૩.૫૦ કરોડના કામ સામે રાજ્ય સરકારે મનપાને રૂા.૫૩૪.૪૫ કરોડની ગ્રાન્ટ આપી છે. જ્યારે મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણીના કારણે શાસકપક્ષે ખાનગી સોસાયટીઓના આવેર-બુકીંગ કર્યા છે. મ્યુનિ.કોર્પાેરેશને પૂર્ણ કરેલા કામ અને બુકીંગ રકમનો તફાવત રૂા.૨૦૩.૭૪ કરોડ થાય છે.
સદર રકમના ૭૦ ટકા લેખે રૂા.૧૪૨.૬૨ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર પાસેથી લેવાની થાય છે. જેના માટે પૂર્વ મ્યુનિ.કમિશ્નર મુકેશકુમારે ડીસેમ્બર-૨૦૨૧માં ગુજરાત ફાયનાન્સ બોર્ડને પત્ર લખ્યો હતો. પરંતુ સરકાર દ્વારા હજી સુધી સદર રકમની ફાળવણી કરવામાં આવી નથી.
જ્યારે કામના બુકીંગ થઈ ગયા હોવાથી ઓક્ટોબર-૨૦૨૧થી ડીસેમ્બર-૨૦૨૧ દરમ્યાન વધુ રૂા.૪૦ કરોડના કામ ખાનગી સોસાયટીઓમાં થઈ ગયા છે. એક અંદાજ મુજબ ડીસેમ્બર-૨૦૨૧ના અંત સુધી જનભાગીદારી યોજના હેઠળ રૂા.૮૦૯ કરોડના કામ પૂર્ણ થયા છે.
મ્યુનિ.ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ જનભાગીદારી યોજનામાં કુલ ૧૦૮૨૦ સોસાયટીઓની અરજી મળી છે. જે પૈકી ૧૦૪૨૬ સોસાયટીની અરજી મંજૂર કરવામાં આવી છે. ડીસેમ્બર-૨૦૨૧ના અંદાજ મુજબ રૂા.૯૮૩.૮૨ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે.
જેમાં આર.સી.સી.રોડ માટે રૂા.૭૮૪.૫૮ કરોડના કામોનો સમાવેશ થાય છે. ગરીબ અને પછાત વિસ્તારોમાં આર.સી.સી.રોડ બનાવવા માટે રૂા.૫૯.૮૨ કરોડની ફાળવણી થઈ છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જે અરજીઓ મંજૂર કરવામાં આવી છે તે પૈકી ૯૮૬૬ સોસાયટીઓ માટે રૂા.૯૫૭.૩૩ કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશને ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી ૯૮૩૩ કામ પૂર્ણ કર્યા છે.
સદર યોજના અંતર્ગત ખાનગી સોસાયટીઓ દ્વારા રૂા.૧૭૨.૨૬ કરોડ જમા કરવામાં આવ્યા છે. ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી રૂા.૩૩.૮૧ કરોડના કામ થયા છે. મ્યુનિસિપલ કોર્પાેરેશનનો ફાળો રૂા.૧૪૨૫.૧૨ કરોડ છે.
અત્રે નોંધનીય છે કે, મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા કોરોના સારવાર પેટે પણ રૂા.૧૧૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની સામે સરકાર તરફથી રૂા.૬૫૦ કરોડ પરત મળ્યા છે. તેવી જ રીતે જનભાગીદારી યોજનામાં પણ બુકીંગ થયેલા કામોની સામે રૂા.૧૪૨.૬૧ કરોડ ઓછા મળ્યા છે. સરકાર તરફથી ગ્રાન્ટ તથા ખર્ચની રકમ નિયમિત મળતી ન હોવાથી મ્યુનિ.તિજાેરી પર ભારણ વધી રહ્યું છે તથા કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ ચૂકવવામાં અસહ્ય વિલંબ થયો છે. મ્યુનિ.કોર્પાેરેશને બોડકદેવ અવેજી ગ્રાન્ટ અને એડમીન ખર્ચના તફાવત પેટે રૂા.૬૦૦ કરોડની માંગણી પણ સરકાર સમક્ષ કરી છે.
મ્યુનિ.કોંગ્રેસપક્ષ પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર “વાહ-વાહ” મેળવવા માટે વિવિધ યોજનાઓ જાહેર કરે છે.
પરંતુ મ્યુનિ.કોર્પાેરેશનને સમયસર રકમ ફાળવવામાં આવતી નથી. ઓક્ટ્રોય અવેજી ગ્રાન્ટમાં પણ વાર્ષિક ૧૫ ટકાનો ગ્રોથ આપવામાં આવ્યો નથી. જેના પરિમામે મ્યુનિ.કોર્પાેરેશનમાં આર્થિક ભીંસ જાેવા મળે છે તથા પ્રજાકીય કામો અટવાઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બુકીંગ થયેલા કામોની રકમ તાકીદે ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.