વસ્ત્રાપુર ગઠીયાએ છેતરપીડી કરતાં યુવાનને પીઝા ૬૧ હજાર રૂપિયાનો પડ્યો
અમદાવાદ : સાણંદ ખાતે રેસ્ટોરન્ટ ધરાવતાં ઋષભ વરાગભાઈ શાહે રહે સુરધારા બંગલો ડ્રાઈય ઈન રોડ થલતેજ કેટલાક દિવસો અગાઉ રાતના સાડા આઠેક વાગ્યાના સુમારે ઝોમેટો એપ ઉપર પીઝાનો ઓર્ડર આપ્યો હતો જા કે તે પિઝા ખરાબ હોવાથી ઋષભભાઈ ઝોમેટોના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો જે કોઈએ ઉપાડ્યો નહતો જો કે થોડીવાર બાદ આશરે સાડા નવ વાગ્યાની આસપાસ એક મોબાઈલ નંબર ઉપરથી અજાણ્યા શખ્શે તેમને ફોન કરીને પોતે ઝોમેટોમાં કસ્ટમર એક્ઝીક્યુટીવ હોવાની જાણકારી આપી હતી જેથી ઋષભભાઈએ પોતાના પીઝા અંગે ફરીયાદ કરીને નવા પીઝાની માગ કરતા ગઠીયાએ પીઝા આપવા અસમર્થતા બતાવી રૂપિયા પરત કરવાની તૈયારી બતાવી હતી.
જેમાં ઋષભભાઈ સંમત થતાં ગઠીયાએ તેમને એક લીંક મોકલીને તેમા પોતાની તમામ વિગતો ભરવા જણાવ્યુ હતુ ઉપરાંત એક મેસેજ ત્રણ વખત એક અજાણ્યા નંબર ઉપર મોકલી આપવા જણાવી ફોન મુકી દીધો હતો
ઋષભભાઈએ તેમ કરતાં તેમના ખાતામાંથી રૂપિયા ૫૦૦ કરતા તેમના ખાતામાંથી રૂપિયા ૫૦૦૦ કપાઈ ગયા હતા જેથી તેમણે અજાણ્યા શખ્શને ફોન કરી ફરીયાદ કરતા પોતે તપાસીને જણાએ છે
તેમ કહી બીજા દિવસે બપોરે ઋષભભાઈ પત્ની ઉપર ફોન કરતા તેમણે રૂપિયા કપાઈ જવા બદલ દિલસોજી વ્યક્ત કરી ફરીથી એક નંબર ઉપર ત્રણ વખત મેસેજમાં કરવાનુ કહેતા વધુ રૂપિયા કપાઈ ગયા હતા આ વખતે ચાલુ ફોને ઋષભભાઈએ ફરીયાદ કરતા ગઠીયાએ ફોન કરતા કર્યો હતો બાદમા ઋષભભાઈ બેકનું એકાઉન્ટ તપાસમા કુલ રૂપિયા ૬૧,૦૦૦ રૂપિયા ઉપડી જતા તે ડઘાઈ ગયા હતા અને તુરંત જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપીડીની ફરીયાદ નોધાવી હતી.