Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટને વોઈસ ઓફ ધ કસ્ટમરનો એવોર્ડ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને એસીઆઈનો પ્રતીષ્ઠિત ધ વોઈસ ઓફ ધ કસ્ટમર એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધાઓ સહીત અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને એરપોર્ટસ કાઉન્સીલ ઈન્ટરનેશનલ એસીઆઈએ આ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

આ વિશે એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે, એરપોર્ટ પર આવતા જતા પેસેન્જરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે લેવાયેલા પગલાં સિકયોરીટી ચેકમાં સુવિધા, લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મુકિત ખાણીપીણીની સુવિધા, કોરોનાકાળમાં ફેસ માસ્કની સુવિધા, ટર્મીનલ બહાર વાહનોની સરળ અવરજવરની સુવિધા સહીતની બાબતોને ધ્યાને રખાઈ છે.

તેની સાથે જ પેસેન્જરો દ્વારા રૂબરૂ કે સોશીયલ મીડીયાના માધ્યમથી થતી પુછપરછનો વહેલી તકે યોગ્ય જવાબ આપવા જેવી બાબતોને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય સંસ્થા એરપોર્ટસ કાઉન્સીલ ઈન્ટરનેશનલે અમદાવાદ એરપોર્ટને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.