Western Times News

Gujarati News

પાક. પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ખુરશી ખતરામાં?

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ઊંધી ગણતરી શરૂ થઈ ગઇ છે. દેશમાં મોંઘવારી સહિત અનેક મોરચે નિષ્ફળ ગયેલી ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીઓ થઈ રહી છે. શુક્રવારે વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો ર્નિણય કર્યો છે.

વિરોધ પક્ષોના આ ગઠબંધનમાં બિલાવલ અલી ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ અને ઈમરાન ખાન સરકારના સાથી પક્ષો, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ અને પાકિસ્તાન મુસ્લિમ લીગનો સમાવેશ થાય છે.

આ તમામ પાર્ટીઓ ઈમરાન ખાન સરકારથી નારાજ હોવાનું કહેવાય છે. સૂત્રોનું કહેવું છે કે જાે ઈમરાન ખાનને વડાપ્રધાનની ખુરશી ગુમાવવી પડશે તો તે સ્થિતિમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના આસિફ અલી ઝરદારીને આગામી પીએમ તરીકે જાેવામાં આવી શકે છે.

બીજી તરફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ આ રેસમાં સામેલ નથી. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે તાજેતરમાં કહ્યું હતું કે, જાે વિપક્ષ પણ સરકાર જેવું વર્તન કરશે તો એક દિવસ લોકોનો વિપક્ષ પરથી પણ વિશ્વાસ ઉઠી જશે.

ખરેખરમાં ગયા અઠવાડિયે પીએમ ઇમરાન ખાને સ્વીકાર્યું હતું કે તેઓ ચૂંટણીમાં આપેલા વચનોને અમલમાં લાવવામાં સફળ થયા નથી. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોનની રિપોર્ટ અનુસાર ઈમરાન ખાને આ માટે સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. ઈમરાન ખાનનું કહેવું છે કે સિસ્ટમની ખામીઓના કારણે તેઓ દેશમાં જરૂરી ફેરફાર લાવી શક્યા નથી.

બીજી તરફ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટે પુષ્ટિ કરી છે કે તે પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જિયો ન્યૂઝ સાથે વાત કરતા પીડીએમના ચીફ મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે, અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે કારણ કે અમે તેમ કરવા માંગીએ છીએ.

ફઝલુર રહેમાને એમ પણ કહ્યું કે ઈમરાન ખાન સરકારમાં સામેલ સાથી પક્ષોનો પણ સંપર્ક કરવામાં આવશે અને પીડીએમ તેમને સાથે લાવવાનો પ્રયાસ કરશે જેથી નેશનલ એસેમ્બલીમાં વોટિંગ દરમિયાન અમારી જીતવાની શક્યતાઓ વધુ રહે. જાેકે અગાઉ નવાઝ શરીફ પાકિસ્તાની સંસદમાં ફેરફારોના પક્ષમાં ન હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.