રાહુલ પર બીજેપી ૧૦૦૦ રાજદ્રોહના કેસ દાખલ કરશે
નવી દિલ્હી, કમાનથી નીકળેલું તીર અને જીભથી છૂટેલા શબ્દો પાછા ફરતા નથી. એટલે જ વડીલો કહે છે કે સમજી વિચારીને બોલવું જાેઈએ. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયામાં કદાચ તેના પર જરાય ધ્યાન અપાતું નથી.
આ જ કારણ છે કે રાજનેતાઓની ટ્વીટ છાશવારે ભાવનાઓને ઠેસ પહોંચાડવાના મામલે વિવાદનું કારણ બની જાય છે. તાજાે મામલો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની એક ટ્વીટનો છે. આ ટ્વીટના કારણે તેઓ વિવાદમાં ફસાયા છે. વાત જાણે એમ છે કે રાહુલ ગાંધી પોતાની ટ્વીટ દ્વારા કેન્દ્રની મોદી સરકાર સહિત ભાજપ પર નિશાન સાધી રહ્યા હતા. પરંતુ હવે તેઓ પોતે જ ઘેરાતા જાેવા મળી રહ્યા છે.
તેમની ટ્વીટ વિરુદ્ધ આજે અસમમાં ભાજપ દ્વારા ઓછામાં ઓછા એક હજાર રાજદ્રોહના કેસ નોંધાવવામાં આવશે. રાહુલ ગાંધીએ પોતાની આ ટ્વીટમાં ભારતની તાકાત અને સુંદરતાને વર્ણવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં પૂર્વોત્તરને સામેલ કરવાનું ભૂલી ગયા. રાહુલ ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘આપણા ભારતીય સંઘમાં શક્તિ છે. આપણી સંસ્કૃતિઓનો સંઘ. વિવિધતાઓનો સંઘ.
ભાષાઓનો સંઘ. આપણા લોકોનો સંઘ. આપણા રાજ્યોનો સંઘ. કાશ્મીરથી કેરળ સુધી અને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી. ભારત પોતાના તમામ સ્વરૂપોમાં સુંદર છે. ભારતની ભાવનાઓનું અપમાન ન કરો.
રાહુલ ગાંધી દ્વારા ભારતને ગુજરાતથી બંગાળ સુધી ગણાવીને ભાજપે તેમને ઘેરે લીધા. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, કોંગ્રેસ નેતા માટે ભારત પશ્ચિમ બંગાળમાં જ સમાપ્ત થઈ જાય છે! મારા સુંદર રાજ્ય અરુણાચલ પ્રદેશ સહિત ભારતનો પૂર્વોત્તર હિસ્સો ભારત વિશેના તેમના વિચારનો ભાગ નથી. હવે તેને લઈને ભાજપ અસમમાં આજે રાહુલ ગાંધી વિરુદ્ધ રાજદ્રોહના કેસ દાખલ કરવા જઈ રહ્યો છે.SSS