“બધાઈ દો” ફિલ્મની ૨ દિવસની કમાણી ૪.૨૫ કરોડની આસપાસ થઈ
મુંબઈ, બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ બધાઈ દો થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ બધાઈ દોની બીજા દિવસની કમાણીમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. બધાઈ દો ફિલ્મની કમાણીમાં બીજા દિવસે ૬૦થી ૭૦ ટકાનો વધારો થયો છે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે વેલેન્ટાઈન્સ વીકેન્ડના કારણે રવિવાર અને સોમવારે ફિલ્મ બધાઈ દોના બિઝનેસમાં વધારે ગ્રોથ જાેવા મળી શકે છે. Box Office Indiaના રિપોર્ટ મુજબ, ફિલ્મ બધાઈ દોએ શનિવારે લગભગ ૨.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે બધાઈ દોની પહેલા દિવસની કમાણી કરતા લગભગ ૬૦થી ૭૦ ટકા વધારે છે.
બધાઈ દોની બીજા દિવસની વધારે જાેવા મળેલી કમાણી પોઝિટિવ માનવામાં આવી રહી છે. આશા છે કે રવિવાર અને સોમવારે ‘બધાઈ દોની કમાણીમાં ઉછાળો જાેવા મળે. અત્યાર સુધીમાં ‘બધાઈ દો’ કુલ ૨ દિવસની કમાણી ૪.૨૫ કરોડની આસપાસ થઈ ગઈ છે.
કોમેડી ફિલ્મ ‘બધાઈ દો’ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે આખા દેશમાં રિલીઝ થઈ ગઈ છે. સોમવારે વેલેન્ટાઈન્સ ડે પર રોમેન્ટિક ફિલ્મોના દર્શકો માટે ‘બધાઈ દો’ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. બધાઈ દો ફિલ્મ ૩૦ વર્ષની ઉંમરની આસપાસના કપલની કહાણી છે જેમાં એક્ટર રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે.
જેમાં અસામાન્ય કહી શકાય તેવા પ્રકારના લગ્ન અને રિલેશનશિપની વાત છે. આ લગ્નમાં પતિ અને પત્ની વચ્ચેના ઘણાં રહસ્યો છે કે જેમાંથી કોમેડી ઊભી થાય છે. ‘બધાઈ દો’માં એક્ટર રાજકુમાર રાવ પોલીસવાળાના રોલમાં છે જ્યારે ભૂમિ પેડનેકર પીટી ટીચરના રોલમાં છે.
જંગલી પિચ્ચર્સની ફિલ્મ ‘બધાઈ દો’માં મ્યુઝિક અમિત ત્રિવેદી, તનિષ્ક બાગચી, અંકિત તિવારી, ખામોશ શાહ અને હિતેશ મોદકે આપ્યું છે. ‘બધાઈ દો’ની પ્રિન્સિપલ ફોટોગ્રાફી ૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દહેરાદૂનમાં શરૂ થઈ હતી અને પ્રથમ શેડ્યુલ ૨૫ ફેબ્રુઆરીના રોજ પૂરું થયું હતું જ્યારે આખી ફિલ્મનું શૂટિંગ ૬ માર્ચ ૨૦૨૧ના રોજ પૂરું થયું હતું. ‘બધાઈ દો’ના લેખકોમાં સુમન અધિકારી, અક્ષત અને હર્ષવર્ધન કુલકર્ણી છે.SSS