મિથુન ચક્રવર્તી સાનિયાની આપવિતી સાંભળીને ભાવુક થયા
મુંબઈ, ટીવી પર શરુ થયેલા રિયાલિટી શૉ હુનરબાઝ દેશ કી શાનમાં સાનિયા મિસ્ત્રી નામની એક કન્ટેસ્ટન્ટ આવી છે. સાનિયા મિસ્ત્રીના પિતા રિક્ષા ચલાવે છે અને તેમની નાણાંકીય સ્થિતિ ઘણી ખરાબ છે. સાનિયા રેપર છે અને તે પોતાની આ પ્રતિભા દર્શાવવા માટે આ મંચ પર આવી છે.
હુનરબાઝના જજ પરિણીતી ચોપરા, મિથુન ચક્રવર્તી અને કરણ જાેહર છે. આ શૉને ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા હોસ્ટ કરે છે. સાનિયા મિસ્ત્રીના પરિવારની સ્થિતિ વિશે સાંભળીને મિથુન ચક્રવર્તી ભાવુક થઈ જાય છે.
હવે સાનિયા શૉમાં ક્યાં પહોંચશે તે જાેવાની વાત છે. ટીવી પર એક નવો રિયાલિટી શૉ શરુ થયો છે, જેનું નામ છે હુનરબાઝ- દેશ કી શાન. આ રિયાલિટી શૉને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ૨૮મી જાન્યુઆરીથી આ શૉની શરુઆત થઈ હતી. શૉના જજ મિથુન ચક્રવર્તી, પરિણીતી ચોપરા અને કરણ જાેહર છે.
આ શૉને લાફ્ટર ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા હોસ્ટ કરી રહ્યા છે. પ્રત્યેક એપિસોડમાં દર્શકોને દેશના અલગ અલગ શહેરોમાંથી આવેલા કન્ટેસ્ટન્ટનું ટેલેન્ટ જાેવા મળી રહ્યું છે. અમુક સ્પર્ધકોની પ્રતિભા જાેઈને તો જજ સહિત તમામ લોકોની આંખો પહોળી થઈ જાય છે, જ્યારે અમુક સ્પર્ધકો એવા હોય છે જેમના સંઘર્ષની વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં પાણી આવી જાય છે.
મેકર્સ દ્વારા આવી જ એક કન્ટેસ્ટન્ટનો પ્રોમો રીલિઝ કર્યો છે, જે રેપર છે. આ કન્ટેસ્ટન્ટનું નામ સાનિયા મિસ્ત્રી છે. મિથુન ચક્રવર્તી સાનિયાની પ્રતિભાના જ્યારે વખાણ કરે છે ત્યારે સાનિયા ભાવુક થઈ જાય છે અને પછી પોતાના પરિવાર વિશે જજને જણાવે છે.
સાનિયાના પિતા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરની નાણાંકીય સ્થિતિ સામાન્ય છે. સાનિયા ઘરની સ્થિતિ વિશે વાત કરતાં કહે છે કે, મારા પપ્પા રિક્ષા ચલાવે છે. હંમેશા એવી વાત સાંભળવા મળતી હોય છે કે આજે પૈસા નથી. હું આશા રાખતી હતી કે એક દિવસ એવો પણ આવશે કે એવુ સાંભળવા મળશે કે આજે પૈસા છે.
સાનિયા જણાવે છે કે, પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે મજબૂરીમાં રેપ લખવાની શરુઆત કરી. સાનિયાની વાત સાંભળીને મિથુન દા ભાવુક થઈ જાય છે. તે સાનિયાની પ્રતિભાના વખાણ કરતાં કહે છે કે, તેં જે લાઈનો લખી છે તે સીધી દિલ પર વાગે છે.
હવે જાેવાની વાત એ છે કે, પોતાની પ્રતિભાના દમ પર નામ રોશન કરવાના ઈરાદા સાથે આવેલી સાનિયા મિસ્ત્રી હુનરબાઝ- દેશ કી શાનમાં ક્યાં સુધી જઈ શકે છે. હુનરબાઝના એક એપિસોડમાં મિથુન ચક્રવર્તીએ પોતાના સ્ટ્રગલની વાત જણાવી હતી.
પરીણિતી ચોપરા અને કરણ જાેહર પણ સાનિયાની વાત સાંભળીને ભાવુક થઈ જાય છે. મિથુન ચક્રવર્તીએ પોતાના સંઘર્ષની વાત જણાવતા કહ્યુ હતું કે, તેઓ પૈસા બચાવવા માટે કામ પર ચાલીને જતા હતા.SSS