અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ફાફડા-જલેબી ડ્રાઈવ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : દશેરાના તહેવારને અનુલક્ષીને મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ‘ફાફડા-જલેબી’ ડ્રાઈવ કરવામાં આવી છે. મ્યુનિસિપલ ફલાઈંગ સ્કવોડ દ્વારા અલગ અલગ સ્થળેથી ફાફડા-જલેબી, ચટણી વગેરેના સેમ્પલ લઈને ચકાસણી કરાવવા માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે ઓનલાઈન ધંધો કરતા ‘બીગ બાસ્કેટ’માંથી પણ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા દર વરસેની જેમ ચાલુ વર્ષે પણ દશેરાને ધ્યાનમાં રાખીને ફરસાણના વેપારીઓના ધંધાકીય સ્થળે દરોડા પાડ્વામાં આવ્યા છે. દશેરાના તહેવાર દરમ્યાન કાયમી ધધાવાળાઓની સાથે સાથે ફૂટપાથ પર બે દિવસ માટે મંડપ બાંધીને ધંધો કરનારની સંંખ્યા પણ વધી રહી છે.
તેથી નાગરીકોના આરોગ્યને નુકશાન ન થાય એની તકેદારી રાખવા માટે ફૂટપાથ પર મંડપ બાંધીને ધધો કરનાર માટે પણ ‘હેલ્થ લાયસન્સ’ ફરજીયાત કરવામાં આવ્યુ છે. સામાન્ય રીતે ફાફડા-જલેબીના સેમ્પલનો રીપોર્ટ ૧૪ દિવસમાં આવે છે. આ દરમ્યાન કામચલાઉ વેપારીઓ ધંંધો આટોપી લેધો હોય છે. તેથી ફલાઈંગ સ્કવોડ દ્વારા આવા વેપારીઓના ઓળખ પત્ર સહિતના તમામ પુરાવા લેવામાં આવે છે. તેમજ જા સેમ્પલ ફેઈલ જાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ થાય છે.
મ્યુનિસિપલ ફલાઈંગ સ્કવોડની ટીમે સોમવારે રસના ફરસાણ હાઉસ-મણીનગર, ભાવનગરી સ્વીટ માર્ટ,-બોડકદેવ, લક્ષ્મી ગાંઠીયા રથ-સેટેલાઈટ,મહેતા ચવાણા-મણીનગર, શક્તિ ચવાણા એન્ડ સ્વીટ માર્ટ-મેઘાણીનગર, વગેરે સ્થળેથી જેલેબી અને ફાફડાના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ હેલ્થ ફલાઈંગ સ્કવોડની ફાફડા-જલેબી સ્પેશ્યલ ડ્રાઈવમાં પાંચ સ્થળેથી ફાફડા, આઠ સ્થળેથી જલેબી, ૧પ દુકાનોમાંથી બેસન, આઠ સ્થળેથી ખાદ્યતેલ, બે દુકાનોમાંથી ચટણી અને અન્ય ખાદ્યપદાર્થોના ચાર સેમ્પલ લેવામાં આવ્યા છે. સદર ડ્રાઈવ દરમ્યાન પ૭૦ૅ કિ.ગ્રા.ખાદ્ય જથ્થોનો નાશ કરવામાં આવ્યો છે.
હેલ્થ ફલાઈંગ સ્કવોડની ટીમે ઓનલાઈન ગ્રોસરી શોપ બિગ બાસ્કેટ’ના બે ધંધાકીય સ્થળે પણ દરોડા પાડ્યા હતા. તથા અમુલ મલાઈ પનીર, સનફલાવર તેલ અને નમકીનના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. દશેરાની સ્પેશ્યલ ફાફડા-જલેબી ડ્રાઈવ દરમ્યાન ૪ર ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.