દોહિત્રના અવસાનના સમાચાર જાણતાં નાનાએ પણ શ્વાસ છોડયાં

મુંબઈ, અહમદનગર જિલ્લાના શ્રીગોંદા કાસ્ટી રોડ પર આજે વહેલી સવારે રસ્તા પરની શેરડીથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે કાર ભટકાતાં ભીષણ અકસ્માત થયો હતો. જેમાં શ્રીગોંદાના યુવાન રાહુલ આળેકર, આકાશ ખેતમાળીસ તેમજ કેશવ સાયકર આ ત્રણ યુવાનના મોત નિપજયા હતાં.
તેમાંના એક રાહુલ આળેકર એ શ્રીગોંદા તાલુકાના ઘારગાવ સ્થિત પોસ્ટમેન જાલિંદર શિંદેની દીકરીનો દિકરો હતો. દોહિત્રના મૃત્યુના સમાચાર મળતાં નાનાને લાડકાં દોહિત્રના અવસાનનું દુઃખ સહન ન થયું અને તેમણે પણ ૫૯ વર્ષની વયે આજે જ હાર્ટ એટેક બાદ આખરી શ્વાસ લીધા હતા. દોહિત્રની અંતિમવિધિ પહેલાં જ નાનાએ પણ દેહ ત્યજી દીધો.
તેઓ ખૂબ પ્રેમાળ અને માયાળુ હોવાથી આ નાના-દોહિત્રના એકજ દિવસે અવસાનના સમાચાર ફેલાતાં આસપાસના પરિસરમાં ઓળખીતાંઓમાં શોકકળા ફેલાઈ ગઈ છે.HS