હવે ડિફોલ્ટર ખાતાઓમાંથી હજારો કરોડોની કરાશે વસૂલાત
નવીદિલ્હી, બેન્કો ઉપર વધી રહેલા કરજ મતલબ કે એનપીએથી માત્ર રિઝર્વ બેન્ક જ પરેશાન છે એવું નથી બલ્કે આમ થવાથી નાણાં મંત્રાલય પણ ચિંતાઓ વચ્ચે ઘેરાઈ ગયું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં કુલ ૧.૫૩ લાખ કરોડ રૂપિયાની લોન ડિફોલ્ટર થઈ જવા પામી હતી જ્યારે ૨૦૧૯-૨૦માં પણ બેન્કોએ સૌથી મોટા ૫૦ ડિફોલ્ટર્સના ૬૮૬૦૭ કરોડ રૂપિયા રાઈટ ઑફ કરી દીધા હતા. બેડ લોનની રિકવરીના પ્રયાસો હેઠળ કેન્દ્રીય કેબિનેટે પાછલા વર્ષે રાષ્ટ્રીય સંપત્તિ પુનઃગઠન કંપની લિમિટેડ (નેશનલ અસેટ રિ-ક્ધસ્ટ્રક્શન કંપની લિમિટેડ) તરફથી જાહેર થનારી સિક્યોરિટી રિસિટસ માટે ૩૦,૬૦૦ કરોડ રૂપિયાની ગેરંટીને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે આઈએલએન્ડએફએસ ગ્રુપ માર્ચ ૨૦૨૨ સુધી ૫૫૦૦૦ કરોડ રૂપિયાનું લોન ચૂકવણું કરશે. સંકટમાં ફસાયેલી કંપનીના ડાયરેક્ટર ગ્રુપે એનસીએલટી સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આ વાસ કબૂલી છે. ઉદય કોટકની આગેવાનીવાળી આ કંપનીના ડાયરેક્ટર ગ્રુપે કહ્યું કે સંપત્તિની દેવાળિયા પ્રક્રિયા દ્વારા ૫૫૦૦૦ કરોડ રૂપિયાની લોનનું સમાધાન કરવામાં આવશે. તેમાં અમુક સમાધાન થઈ ચૂક્યા છે તો અમુકના ઉકેલ વિવિધ તબકકામાં ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આઈએલએન્ડએફએસ ઉપર ૮ ઑક્ટોબર-૨૦૧૮માં કુલ બાકી કરજ ૯૯૩૫૫ કરોડ રૂપિયા હતું જેમાંથી ૪૫૫૦૦ કરોડ રૂપિયાનું કરજ માર્ચ ૨૦૨૨ સુધી ચૂકવી દેવામાં આવશે તેમાંથી ૨૦૫૦૦ કરોડ રૂપિયાનું કરજ સમાધાન પહેલાં જ કરી દેવાયું છે.HS