બિગ બોસ ૧૫ની કન્ટેસ્ટન્ટ રાખી સાવંત પતિથી છૂટી પડી
મુંબઈ, બિગ બોસ ૧૫ની કન્ટેસ્ટન્ટ રાખી સાવંતે પતિ રિતેશથી અલગ થઈ હોવાની જાહેરાત કરી છે. રાખી સાવંતે વેલેન્ટાઈન્સ ડેના એક દિવસ પહેલા જ રિતેશથી અલગ થયાની જાહેરાત કરી છે.
રાખીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને ફેન્સ અને ફોલોઅર્સને આ અંગેની જાણકારી આપી હતી. રાખીએ આ પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘બિગ બોસ ૧૫’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ તેના અને રિતેશ વચ્ચે બધું પહેલા જેવું નહોતું રહ્યું. રાખીનું કહેવું છે કે, તેમણે સંબંધ બચાવવાના પૂરતા પ્રયાસ કર્યા પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
વેલેન્ટાઈન્સ ડેના એક દિવસ પહેલા જ પતિથી અલગ થવાની જાહેરાત કરતાં રાખી દુઃખી પણ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, વહાલા મિત્રો અને શુભચિંતકો, મેં અને રિતેશે અલગ થવાનો ર્નિણય કર્યો છે. ‘બિગ બોસ ‘ શો પછી ઘણું થયું છે અને હું કેટલીક બાબતોથી અજાણ હતી જે મારા નિયંત્રણમાં નહોતી.
અમે અમારી વચ્ચેના મતભેદો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમે મૈત્રીપૂર્ણ રીતે અલગ થઈને આગળ વધીએ તે જ યોગ્ય રહેશે. અમે બંને અમારી જિંદગીને અલગ રહીને માણી શકીશું. વેલેન્ટાઈન્સ ડે પહેલા જ અમે અલગ થયા તે વાતથી દુઃખી છું પરંતુ અમારે ર્નિણય પર તો પહોંચવાનું જ હતું. હું રિતેશને ભવિષ્ય માટે શુભકામના આપું છું. હવે હું કામ અને મારી જિંદગી પર ધ્યાન કેંદ્રિત કરવા માગુ છું.
હું મારી જાતને ખુશ અને સ્વસ્થ રાખવા માગુ છું. મને સમજવા અને સાથ આપવા માટે આભાર. થોડા દિવસ પહેલા અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં જ રાખી સાવંતે પતિ સાથેના સંબંધોમાં બધું બરાબર ના હોવાના સંકેત આપ્યા હતા. બહાર આવ્યા પછી અમે મિત્રો છીએ. સારા મિત્રો છીએ. કેટલીક લીગલ બાબતો ઉકેલાઈ જાય તે જરૂરી છે અને રિતેશ તે કરી રહ્યો છે.
બધાએ કહ્યું કે મારો પતિ ભાડે લાવેલો છે. લોકોને બોલવા દો. ભાડાનો તો ભાડાનો એમાં શું?, તેમ રાખીએ જણાવ્યું હતું. ‘બિગ બોસ ૧૫’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ રાખી અને રિતેશ કેટલીયવાર મુંબઈમાં ફરતા જાેવા મળ્યા હતા.
તેમણે મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા અને તેમની સાથે વાતો પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેઓ સાથે વિડીયો પણ મૂકતા હતા. આગ વિના ધુમાડો નથી નીકળતો તેમ રાખી અને રિતેશ અલગ થવાના છે તેવી અફવા હતી અને રાખીના આ સ્ટેટમેન્ટ બાદ તે સાચી ઠરી છે.SSS