લવ જેહાદ કાયદા પર સુપ્રીમ કોર્ટનો ગુજરાત હાઈકોર્ટના ર્નિણય પર સ્ટે આપવાનો ઈન્કાર
નવી દિલ્હી, લવ જેહાદ એક્ટ પર રાહતની આશા રાખી રહેલી ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશની કેટલીક જાેગવાઈઓ પર સ્ટે મૂકવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે તે હાઈકોર્ટના ર્નિણયમાં દખલ કરી શકે નહીં. જાે કે સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ કરવાનો ર્નિણય લીધો છે.
ગુજરાત સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. આ પહેલા હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને લાલચથી ફસાવી દેવામાં આવી છે, ત્યાં સુધી લવ જેહાદ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી શકાય નહીં.
વાસ્તવમાં ગયા વર્ષે ઓગસ્ટમાં ગુજરાત હાઈકોર્ટે લવ જેહાદ વિરોધી કાયદાને લઈને મહત્વનો ર્નિણય આપ્યો હતો. હાઈકોર્ટે લવ જેહાદ એક્ટની કેટલીક કલમોના અમલ પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે આ ર્નિણય જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર આપ્યો હતો.
જમીયતે આ કાયદા પર પ્રતિબંધની માંગ કરી હતી. ગુજરાત સરકારે કથિત લવ જેહાદને રોકવા માટે ૧૫ જૂન ૨૦૨૧ના રોજ ‘ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ ૨૦૨૧ લાગુ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે આ કાયદાની જાેગવાઈઓ એવા લોકોને લાગુ પડી શકે નહીં જેમણે આંતર-ધાર્મિક લગ્નમાં બળજબરી અથવા છેતરપિંડીનો કોઈ પુરાવો દર્શાવ્યો નથી. કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ સાબિત ન થાય કે છોકરીને લાલચમાં ફસાવવામાં આવી છે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવી જાેઈએ નહીં.