સામાજિક ન્યાય વિશ્વ દિવસ પર “એક મહાનાયક”ના કલાકારોએ બાબાસાહેબના યોગદાનને યાદ કરશે
સામાજિક ન્યાય વિશ્વ દિવસ દર વર્ષે 20મી ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. માનવાધિકાર, લિંગ અસમાનતા, સામાજિક રક્ષણ, ભેદભાવ, નિરક્ષરતા, બેરોજગારી વગેરે સંબંધી વિવિધ સામાજિક મુદ્દાઓ નાબૂદ કરવા અને સામાજિક અખંડતતાને ટેકો આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
ડો. બી. આર. આંબેડકર આવા જ એક પ્રેરણાસ્રોત આગેવાન છે, જેમણે સામાજિક અસમાનતાને પડકારી હતી અને શિક્ષણ, જાતિવાદ, અસમાનતા, માનવી અને મહિલાના અધિકારો સંબંધી વિવિધ ધોરણોની હિમાયતકરી હતી.
તેમનાં કાર્યોને યાદ કરતાં અને આલેખિત કરતાં એન્ડટીવીના એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના કલાકારો અથર્વ (ભીમરાવ), નારાયણી મહેશ વર્ણે (રમાબાઈ) અને જગન્નાથ નિવાનગુણે (રામજી સકપાળ) બાબાસાહેબના ભારતમાં સામજિક ન્યાયમાં ભરપૂર યોગદાનને યાદ કરે છે.
શોમાં યુવાન ભીમરાવની ભૂમિકા ભજવતો અથર્વ કહે છે, “ડો. બી. આર. આંબેડકર બધા માટે શિક્ષણના સૌથી ઉત્તમ પ્રચારકમાંથી એક હતા. તેઓ માનતા કે સામાજિક, સાંસ્કૃતિક કે આર્થિક જીવનમાં દરેક અવરોધોમાંથી બહાર આવવા શિક્ષણ એકમાત્ર માધ્યમ છે.
તેમણે જીવનમાં ઓછી ઉંમરે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેઓ પોતાની સાથે વિશાળ સમાજના હિતમાં પણ સામાજિક પરિવર્તન લાવ્યા હતા. કટિબદ્ધતા અને હિંમત સાથેતેમણે સામાજિક અને આર્થિક સમાનતા હાંસલ કરવા શિક્ષણ પર માધ્યમ તરીકે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સામાજિક ન્યાય વિશ્વ દિવસ પર ચાલો સામાજિક ન્યાય પર તેમનાં કાર્યોને યાદ કરીએ અને તેનું સન્માન કરીએ. ”
રમાબાઈનું પાત્ર ભજવતી નારાયણી મહેશ વર્ણે ઉમેરે છે, “મને બાબાસાહેબનું એક નિવેદન યાદ છે. તેઓ કહેતા, ‘હું સમુદાયની પ્રગતિનું માપન તે સમુદાયમાં મહિલાએ કેટલી પ્રગતિ કરી છે તેની પરથી કરું છું.’ ડો. આંબેડકર ભારતમાં મહિલા અધિકારના ઉત્તમ હિમાયતી હતા
અને મહિલાઓનાં હિતોનું રક્ષણ કરવા માટે તેમણે અનેક ધોરણો ઘડ્યાં હતાં. તેઓ મહિલા સશક્તિકરણ માટે હિમાયત કરનારા પ્રથમ આગેવાનમાંથી એક છે. તેઓ સર્વ ક્ષેત્રમાં હંમેશાં મહિલાઓ દ્વારા વધુ સહભાગ ચાહતા હતા અને કાનૂની રીતે મત, છૂટાછેડા અને પોતાની મિલકત વસાવવા ભારતીય મહિલાઓ માટે માર્ગ કરી આપ્યો હતો.
હિંદી લગ્ન ધારા, હિંદુ સક્સેશન, પાલકત્વ ધારા થકી અને હિંદુ સંહિતા બિલ થકી તેમણે મહિલા સમુદાયને તેમના અધિકારો માટે લડવા અવાજ આપ્યો હતો અને પુરુષો સાથે ખભેખભા મિલાવીને ઊભી રહેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. અને તેથી જ સામાજિક ન્યાય વિશ્વ દિવસ પર મહિલા સમાનતા પર તેમનાં કાર્યો અને તેમને યાદ કરવા માટે વધુ બહેતર દિવસ હોઈ નહીં શકે.”
રામજી સકપાળનું પાત્ર ભજવતો જગન્નાથ નિવાનગુણે કહે છે, “ડો. આંબેડકર દીર્ઘદ્રષ્ટા આગેવાન હતા અને સામાજિક ન્યાયના આગેવાન હતા. અસાધારણ નિર્ણાયક અને અર્થશાસ્ત્ર ઉપરાંત તેઓ શિક્ષણશાસ્ત્રી અને અભૂતપૂર્વ સમાજસુધારક પણ હતા.
તેમણે સંપૂર્ણ જીવન ગરીબોના ઉદ્ધાર માટે સમર્પિત કર્યું હતું અને સમાન માનવાધિકાર માટે મજબૂત ટેકો આપ્યો હતો. ડો. બી. આર. આંબેડકર ઉત્કૃષ્ટતાથી પર આગેવાન હતી, જેમનો વારસો અસમાંતર છે. તેઓ માનતા કે એક રાષ્ટ્ર, એક બંધારણની અજોડ સંહિતા સ્થાપિત કરીને જ રાષ્ટ્રીય એકતા અને સ્થિરતા લાવી શકાશે.
સામાજિક ન્યાય વિશ્વ દિવસ પર આગેવાન અને સમાજ સુધારક તરીકે બાબાસાહેબની વિવિધ સિદ્ધિઓ યાદ કરવાનું નિમિત્ત સાધવા માટે આ દિવસની ઉજવણી કરવા સિવાય બીજું બહેતર શું હોઈ શકે. આજે પણ તે સુસંગત છે અને તેમના જીવનના પ્રવાસ અને તેમના ઉચ્ચ કાર્યોમાંથી ઘણું બધું શીખી અને શોષી શકાય છે. “