વરથું ગામે બ્રહ્માણી મહાકાળી માતાજી મંદિરે ૧૫મો પાટોત્સવ ઉજવાયો
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના વરથું ગામે ડુંગરની ઉપર બિરાજમાન બ્રહ્માણી મહાકાળી માતાજી મંદિરે આજરોજ ૧૫મો પાટોત્સવ ભારે ઉમંગભે અને ભક્તિભાવ તેમજ શ્રદ્ધા પૂર્વક યોજાતા ગ્રામજનો અને આસપાસના ભાવિકોએ મોટી સંખ્યામાં આ પાવન અવસરે ઉમટી પડીને આ નિમિત્તે યોજાયેલ હવન તેમજ મંદિરે માતાજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
મોડાસા તાલુકાના ગામના અને વિસ્તારના અગ્રણીઓએ પણ આ અવસરે ઉપસ્થિત રહી હવન યજ્ઞનો લ્હાવો લઈ માતાજીના દર્શન કર્યા હતા.આબાલવૃદ્ધ સૌ કોઈએ ભારે ઉત્સાહ અને ભાવ સાથે પાટોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે માતાજીની પૂજા અર્ચના સાથે યજ્ઞ બાદ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો
ઉલ્લેખનીય છેકે વરથું ગામે ડુંગરની ઉપર આવેલું માતાજી મંદિર ખુબજ પ્રાચીન હોવાની સાથે ગ્રામજનોની આસ્થાનું કેન્દ્ર છે