Western Times News

Gujarati News

૧૪ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડેઃ શાળાના બાળકોને પુસ્તકોની ભેટ

૧૪ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે -ભરૂચની કે.જે. ચોક્સી પબ્લિક લાયબેરીની ટીમે કલરવ શાળાના બાળકોને પુસ્તકોની ભેટ આપી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબેરી તેની અનોખી સાહિત્યિક પ્રવૃત્તિ માટે જાણીતી છે. એના જ આવા જ એક શુભ આશયથી કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીએ એક અનોખી પહેલના રૂપે લાયબ્રેરીના ગ્રંથપાલની ટીમ ભરૂચની કલરવ શાળા ખાતે પહોંચી

અને કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી વતી પુસ્તકોની ભેટ આપી હતી.એટલું જ નહીં પણ બાળકોને વાર્તા કહેતા કહેતા ગમ્મત પણ કરાવી.વાંચનનું મહત્વ આપણાં માનસિક વિકાસ માટે કેટલું જરૂરી છે એ પણ સમજાવ્યું. બાળકોને તેઓના રોજના કાર્યર્ક્મથી કઈંક અલગ પ્રવૃત્તિ થતી જાેઈ પણ ખૂબ જ આનંદ આવ્યો.

૧૪ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બુક ગિવિંગ ડે છે. આ દિવસ વર્ષ ૨૦૧૨ થી ઉજવામાં આવે છે ને તેની શરૂઆત મૂળ યુનાઈટેડ કિંગડમમાં થઈ હતી.એમી બ્રોડમૂર અને તેના પુત્ર દ્વારા,ડિલાઈટફુલ ચિલ્ડ્રન્સ બુક્સ દ્વારા કરવામાં આવી હતી.આ દિવસ ખાસ કરીને બાળકોમાં વાંચનનો આજીવન પ્રેમ જગાડવા અને જરૂરિયાતમંદ બાળકોને પુસ્તકો આપવા માટે સમર્પિત છે.

ગ્રંથપાલ નરેન્દ્ર સોનારનું કહેવું છે કે બાળકોમાં વાંચનની રુચિ આપણે કેળવવી પડશે. પહેલા તો આપણે ખુદ અમૂક ડિજિટલ વ્યસનથી થોડા દૂર રહેવું પડશે. પછી જ બાળકને તમારામાં વિશ્વાસ બેસશે કે તમે બંધ કયું એટ્‌લે માર પણ બંધ કરવું પડશે.

તેઓમાં વાંચન રુચિ કેળવાય એ માટે વધારે મહેનત કરવી પડશે.અત્યારની પરિસ્થિતીમાં બાળકને મોબાઈલ અને ટીવીના વ્યસનથી છોડાવવાનું કાર્ય એક ભારથી કાર્ય છે પણ તે કરવું પડશે.

ફક્ત ઓનલાઈન શિક્ષણ પૂરતું તેઓ ઉપયોગ કરે એ માટે આપણે ખુદ થોડું ગનહ ચિંતન કરી જવાબદારી ઉપાડવી જ રહી.આ જ ઉમર છે કે તેઓ તમારા સૂચનો મુજબ વળી શકશે. એ સમયગાળો છૂટી ગયા પછી રોંદણાં રડવા નિરર્થક છે.

લાયબેરી દ્વારા આ સંસ્થાને બાળકોને ધ્યાનમાં રાખી પુસ્તકો આપવામાં આવ્યા.સાથે સાથે એવું પણ કહેવામા આવ્યું કે તેઓને રોજ આ પુસ્તકો આપી તેઓ પાસે તેનું વાંચન ક્રવવાનો આગ્રહ રાખવામા આવે. ફક્ત વાંચન નહીં પણ વાંચન સાથે જાે કોઈ એવી રમત પણ સામેલ કરવામાં તો તેઓને કંટાળો પણ નહીં આવે અને તેઓ જ્ઞાન સાથે ગમ્મતનો આનંદ લઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.