એક સમય એવો હતો જ્યારે જીવન નર્ક બન્યું હતું: અર્જુન
મુંબઈ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે અને બંનેના સોશિયલ મીડિયા હેન્ડલ આ વાતની સાબિતી છે. બંને ઘણા વર્ષથી રિલેશનશિપમાં છે પરંતુ આજ સુધીમાં ખુલીને આ વિશે વાતચીત કરી નથી. બંને ઉંમરનો પણ ઘણો તફાવત છે, જાે કે આ વાત બાધારૂપ બની નથી, અર્જુન કપૂરની ઉંમર ૩૬ છે જ્યારે મલાઈકા અરોરા ૪૮ વર્ષની છે.
બંને ઘણીવાર મિત્રો સાથે હેન્ગઆઉટ કરતા, તહેવાર સેલિબ્રેટ કરતા અને વેકેશન એન્જાેય કરતા પણ જાેવા મળે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના રિલેશનશિપ અંગે તેમજ સોશિયલ મીડિયા પર થતાં ટ્રોલિંગનો સામનો તે કેવી રીતે કરે છે તેના પર વાત કરી હતી.
મલાઈકા અરોરાએ અગાઉ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે અરહાન ખાન નામના એક દીકરાની મા પણ છે. ખરાબ અને સારા બંને સમયમાં અર્જુન કપૂર હંમેશા મલાઈકા અરોરાની સાથે ઉભો રહ્યો છે. ત્યારે હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીત કરતા એક્ટરે કહ્યું હતું કે, હા, હું તેની સાથે ઉભો રહ્યું છું અને તે મારી સાથે રહી છે.
સોશિયલ મીડિયા પર ઘણું ઝેરીલું થઈ ગયું છે. અટકળો, મુશ્કેલી, અલગ-અલગ પ્રકારની ફાલતુ વાતો તેમ છતાં આ રિલેશનશિપમા અમે એકબીજાની સાથે રહ્યા છીએ. ઘણા દિવસો સુધી અમારું જીવન નર્ક બની ગયું હતું. અમારે ઘણું સહન કરવું પડ્યું હતું, પરંતુ હું મલાઈકાની પ્રશંસા કરું છું કે, તેણે અમારા સંબંધોને સન્માન અને મહત્વ આપ્યું. મલાઈકાની સાથે ઉભા રહેવામાં મને ક્યારેય પણ કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગ્યું નથી. વર્ષ ૨૦૧૯માં અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેની રોમેન્ટિક તસવીર શેર કરીને સંબંધોને જાહેર કર્યા હતા.
આ અંગે વાત કરતાં એક્ટરે કહ્યું હતું કે, તેમના સંબંધો વિશે જાહેરમાં કહેવું તે પહેલાથી કરેલું પ્લાનિંગ નહોતું. તે ઓર્ગેનિક રીતે થયું હતું. એક વ્યક્તિ તરીકે મારે મલાઈકાને સ્પેસ અને આદર આપવાનો હતો. અમને જાણ હતી કે એક સમયે અમારે આ કરવુ પડશે. મલાઈકા અરોરાને એક વાક્યમાં કેવી રીતે વર્ણવીશ તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે, ‘મલાઈકાનું વર્ણન એક વાક્યમાં કેવી રીતે કરું? મુશ્કેલ છે.
એક વાક્ય પૂરતું નથી. હું મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. મારી જાતમાં વધારે વિશ્વાસ કરતા શીખવીને મલાઈકાએ મને બદલી નાખ્યો છે. તે હંમેશા મારી સાથે રહી છે. તેણે મને અહેસાસ કરાવ્યો કે, ખરાબ સમય પણ પસાર થઈ જશે. મલાઈરા સાથેના સંબંધોને વર્ણવું તો, અમે મિત્રો છીએ. અમે ગમે તે મુદ્દે વાત કરી શકીએ છીએ. મને લાગે છે કે, કોઈ પણ સંબંધોને ટકાવી રાખવા માટે મિત્રતા મહત્વની ચાવી છે.SSS