માર્ચના પ્રથમ અઠવાડિયા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રવિવારે લઘુતમ તાપમાન ૩ ડિગ્રી ઘટીને ૧૦.૭ ડિગ્રી થઇ ગયું હતું. જેને લઇને શહેરભરમાં ખાસ કરીને પૂર્વ અમદાવાદમાં ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ બે દિવસ સુધી અમદાવાદમાં ૧૦ થી ૧૧ ડિગ્રી સુધીનું તાપમાન રહેશે. જ્યારે દિવસ દરમિયાનનું મહતમ તાપમાન વધશે , રવિવારે દિવસે ૩૨.૪ ડિગ્રી તાપમાન જાેવા મળ્યું હતું.
ફેબુ્રઆરી માસ અડધો જતો રહ્યો છતાંય અમદાવાદમાં હજુયે ૧૦ ડિગ્રી સુધીનું તાપમાન જાેવા મળી રહ્યું છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાતા તાપમાન નીચે જઇ રહ્યું છે. હજુ ચારેક દિવસ પહેલા અમદાવાદમાં ૧૫ ડિગ્રી સુધીનું રાત્રિ તાપમાન હતું.
હાલમાં દિવસે સ્થિતિ એછેકે દિવસે ગરમી લાગતા શહેરીજનોએ પંખા ચાલુ કરવા પડે છે. સાંજ થતા જ ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. મધરાત્રે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. રવિવારે રાજ્યમાં સૌથી નીચુ ં તાપમાન નલિયામાં ૭.૮ ડિગ્રી રહ્યું હતું. બીજા ક્રમે અમદાવાદના પડોશી જિલ્લા ગાંધીનગરમાં ૮.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે ત્રીજા ક્રમે ઠંડીની બાબતમાં અમદાવાદનો નંબર આવ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ માર્ચના પ્રથમ અઠવાડિયા સુધી ઠંડીનો અનુભવ રહેશે ત્યારબાદ તબક્કાવાર રીતે ઠંડી ઘટશે અને તાપમાન વધતા ગરમીનો અનુભવ થશે. એટલેકે હજુ વીસેક દિવસ શહેરીજનોએ ઠંડીનો અનુભવ કરવો પડશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતના કારણોસર હવામાનમાં મોટાપાયે ફેરફારો જાેવા મળી રહ્યા છે. શિયાળામાં વરસાદ જાેયો, કરા પડયા.હાલમાં પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદના એંધાણ છે. ત્યાં તાપમાન ઘટી રહ્યું છે. તેની અસર ગુજરાતમાં પણ થોડી ઘણી જાેવા મળશે. હાલમાં સારી બાબત એ છેકે ગુજરાતમાં સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિ નથી.HS