પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે દેશનું પ્રથમ રોબોટિક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/nitin_patel_iuans-1024x768.jpg)
અમદાવાદ, દેશનું પ્રથમ રોબોટિક કાફેનું અમદાવાદમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.આ રોબોટિક કાફે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત શરૂ થયું છે. પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ કાફે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો.
હાલ નીતિન પટેલ કાફેમાં જે પાણીપુરી ખાધી તેનો વીડિયો જાેરદાર વાયરલ થઈ રહ્યો છે. દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત થઈ છે, ત્યારે આ પ્રસંગે નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાણીપુરી ખાધી હતી.ફાફેમાં ત્રણ અલગ અલગ પ્રકારના રોબોટ મુકાયા છે.
એક રોબોટ સેન્ડવીચ સમોસા જેવા ફાસ્ટફૂડ સર્વ કરશે. તો બીજાે રોબોટ ચા કોફી સર્વ કરશે અને ત્રીજાે રોબોટ ગ્રાહકો સાથે વાતચીત કરી શકાશે ૧ હજાર આઉટલેટ શરૂ કરવાનું એન્જિનનું લક્ષ્યાંક છે. આ પ્રોજેકટ પાછળ ૧૦૦ જેટલા એન્જીનો કાર્ય કરે છે.
આ દરમિયાન સુરતમાં યુવતીના હત્યા મુદ્દે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ ડ્ઢઅઝ્રસ્ નીતિન પટેલે જણાવ્યું હતું કે, આવા બનાવ ચિંતાનજક છે. જેમાં સુરતનો બનાવ ખુબ જ ધૃણાસ્પદ છે. સુરતની ઘટના માટે રાજ્યનું ગૃહવિભાગ કડક કાર્યવાહી કરીને આગળની કામ કરાવશે. કિસાન ભરવાડ કેસની જેમ ઝડપી કામ થશે. સરકાર, કાયદો અને ગૃહ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.
યુક્રેન મહાસંકટ મામલે પૂર્વ નીતિન પટેલે જણાવ્યું હતું કે, યુક્રેમાં આપણા ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેથી વિદેશ વિભાગ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે સંકટમાં છે. ત્યાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે. વિદ્યાર્થીઓને પરત લાવવાનો એક્શન પ્લાન તૈયાર છે. કોઈના પર જાેખમ ના રહે એ માટે કામ કરી રહ્યા છીએ.
અમદાવાદ ના વસ્ત્રાપુર લેક પાસે રોબોટ કેફે બનાવવામાં આવ્યું છે જે રોબોટ કેફેમાં ઓટોમેટિક ભેલ, પફ, સમોસાં, ચા કોફી અને પાણીપૂરીનું મશીન પણ લગાવવામાં આવ્યું છે. કેફેનું એક કાર્ડ કસ્ટમરને આપવામાં આવશે, જેમાં ઓનલાઇન બેલેન્સ કરાવવાનું રહેશે.
કાર્ડ આ મશીન પાસે સ્કેન કરવાથી અથવા કાર્ડ સ્વાઈપ કરાવીને કોઈનના ઉપયોગથી પફ, સમોસાં, ભેલ, પાણીપૂરી મેળવી શકાય છે. પાણીપુરીમાં અલગ અલગ પાણી પણ કોઈના સંપર્ક વિના સેન્સર દ્વારા મળશે.HS