Western Times News

Gujarati News

કોલેજાે શરૂ થતાં વિદ્યાર્થીઓની ચહલ પહલથી યુનિવર્સિટી વિસ્તાર જીવંત બન્યો

(પ્રતિનિધિ દ્વાર) અમદાવાદ, કોરોના કાળના લાંબા સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર થઈ છે. ઓનલાઈન પધ્ધતિ આપણે ત્યાં ન તો વિદ્યાર્થીઓને માફક આવે છે કે ન શિક્ષકોને. પરિણામે ‘ઓફલાઈન’ શિક્ષણની શરૂઆત કરવામાં આવી રહી છે.

કોરોનાના કેેસમાં ઘટાડો થતાં લોકોમાં વિશ્વાસનુૃ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે શાળા-કોલેજો ધમધમવા લાગી છે. જેનો ખ્યાલ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની અવરજવર પરથી આવે છે.

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા એએમટીએસ-બીઆરટીએસના બસ સ્ટેન્ડો પર વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની સંખ્યા જાેવા મળી રહી છે. અત્યાર સુધીમાં સુમસામ ભાસતા બસ સ્ટેન્ડો વિદ્યાર્થીઓની રોનકથી ગાજી ઉઠ્યા છે. સ્ટુડન્ટ વિના યુનિવર્સિટીનો વિસ્તાર ભેંકાર લાગતો હતો. પરંતુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની ચહલપહલથી આ વિસ્તારમાં વાતાવરણ જાણે કે જીવત થઈ ગયુ છે.

લાલ બસો તો સાવ ખાલી દોડતી હતી. પણ અલગ અલગ સ્થળે કોલેજાે પર ઉતરતા વિદ્યાર્થીઓને લઈને જતી બસો ફૂલ થઈ રહી છે. યુનિવર્સિટી ખાતે કેટલાંક વિદ્યાર્થીઓને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે અમુક કોલેજાેમાં ઈન્ટરનલ પરીક્ષા ચાલે છે. તો કોલેજ ઓફ લાઈન થતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ખુશ હતા. બસ સ્ટેન્ડો પર બેસીને મિત્રો સાથેે વાતચીત કરવાનો આનંદતેમના ચહેરા પર જાેવા મળતો હતો.

વળી, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ સ્ટેન્ડો પણ એકદમ આધુનિક ચકાચક થઈ ગયા હોવાથી મુસાફરોને પણ બે ઘડી બેસવાનુૃ મન થઈ જાય છે. એક હકીકત છે કે કોલેજાે બંધ હોય તો યુનિવર્સિટી જેવો વિસ્તાર પણ ભેંકાર ભાસતો હતો. હવે યુવાધનની અવરજવરથી વાતાવરણ જીવંત બની ગયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.