ટ્રાફિક પોલીસે બે મહિલાને માર મારતા હાઈકોર્ટ નારાજ
અમદાવાદ, એસજી હાઈવે વિસ્તારમાં ત્રણ ટ્રાફિક પોલીસ દ્વારા બે મહિલાઓને માર મારવાની ઘટના પ્રત્યે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યકત કરી છે. અને અસંતોષ પણ દર્શાવ્યો છે. હાઈકોર્ટે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લેતાં પોલીસ કર્મીઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. એટલું જ નહી બંને મહીલા અરજદારોએ પોલીસ કમીશ્નરને કરેલી રજુઆતો અંગે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની વિગતો પણ રજુ કરવાનો આદેશ કર્યો છે.
આ ઘટનામાંબે મહીલા અરજદારોએ ત્રણ પુરુષ ટ્રાફીક પોલીસ કર્મીઓએ માર માર્યો હતો. પોલીસની કામગીરીને પડકારતાં બે મહિલાઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ મામલે ચીફ જસ્ટીસ અરવીંદ કુમાર અને જસ્ટીસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ગંભીર નોધ લઈ પોલીસ કર્મીઓની કામગીરી સામે ભારે નારાજગી પણ વ્યકત કરીે. કોર્ટે ટકોર કરી છે કે આ મામલે પોલીસ વિભાગે ગંભીર બની કાર્યવાહી કરવાની જરૂર છે.
સાથે સાથે જે દિવસે આ ઘટના બની એ દિવસના ૧૦૦ મીટરની આસપાસના સરકારી તથા ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવી કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. જાે તેઓ ન કરી શકે તેેવો અન્ય મારફતે આ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આદેશ કરાશે.