Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુધ્ધની સંભાવનાઓથી ભારતીય અર્થતંત્રને ખૂબ જ નુકસાન

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુધ્ધ ફાટી નીકળે તે પ્રકારનો તનાવ સર્જાયો છે અને દુનિયા પર ત્રીજા વિશ્વ યુધ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે.

આ બંને દેશો વચ્ચેના તનાવની અસર ભારત પર પણ થઈ રહી છે.ભારતની ઈકોનોમીને તેનાથી નુકસાન થવાની શશક્યતા છે.ભારત અને યુક્રેન વચ્ચે ૨.૬૯ અબજ ડોલરનો વેપાર છે.જેમાં યુક્રેને ભારતને ૧.૯૭ અબજ ડોલરના સામાનની નિકાસ કરી હતી અને ભારતે યુક્રેનને ૭૨૧ મિલિયન ડોલરનો સામાન ૨૦૨૦માં મોકલ્યો હતો.

ભારત યુક્રેનમાંથી ખાદ્ય તેલ તેમજ ન્યુક્લિયર રિએક્ટરની મશિનરી મંગાવે છે અને યુક્રેન ભારત પાસેથી દવાઓ તેમજ ઈલેક્ટ્રિકલ મશિનરી ખરીદે છે.

ભારતે ૨૦૨૦ માં યુક્રેન પાસેથી ૧.૪૫ અબજ ડોલરના ખાવાના તેલની ખરીદી કરી હતી.આ જ રીતે ૨૧૦ મિલિયન ડોલરનુ ખાતર અને ૧૦૩ મિલિયન ડોલરના ન્યુક્લિયર રિએક્ટરના પાર્ટસ મંગાવ્યા હતા.જાે યુક્રેનથી થતા સપ્લાયમાં રુકાવટ આવે તો ન્યુક્લીયર એનર્જી પર ભારતનુ કામ ધીમુ થઈ શકે છે.બીજી તરફ યુધ્ધ થાય તેવા સંજાેગોમાં ભારતને આર્થિક પડકારોનો સામનો કરવો પડી શકે છે.રશિયા પાસેથી પણ ભારત ક્રુડ ઓઈલ મંગાવે છે.સાથે સાથે યુધ્ધ થાય તો ઘરઆંગણે મોઘવારી પણ વધશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.