અમે નાગરિકોના મૌલિક અધિકારોના રક્ષણ માટે અહીં બેઠા છીએઃ સુપ્રીમ કોર્ટ
ભારતના લશ્કરની શીખ રેજીમેન્ટ નો સ્વીકાર થયો છે ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન.વી. રમના , જસ્ટીસ એ.એસ.બોપન્ના,જસ્ટીસ હિમાબેન કોહલીની બેંચે કહ્યું છે કે ‘અમે નાગરિકોના મૌલિક અધિકારોના રક્ષણ માટે અહીં બેઠા છીએ’!!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે.જ્યારે ડાબી બાજુથી ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એન.વી રમના અને તેમની સાથેની બેન્ચના અન્ય જસ્ટીસ શ્રી એ.એસ બોપન્ના, જસ્ટીસ હીમાબેન કોહલીની છે જે હાલ કર્ણાટક રાજ્યમાં હિજાબનો મુદ્દે વિવાદ વકર્યો છે અને તેને રાષ્ટ્રીય રાજકીય સ્વરૂપ અપાઇ રહ્યું છે!
જેની સુનાવણી કર્ણાટક હાઇકોર્ટમાં ચાલી રહી છે નીચેની તસવીર કર્ણાટક હાઇકોર્ટ ની છે અને ઈન્સેટ તસવીર કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસની છે સાથે એક તસવીર ભારતના ભારતની શીખ રેજીમેન્ટની છે જેની સ્થપના ૧૯૪૬માં થઈ હતી આજે આ દેશની ત્રીજી મહત્વની રેજીમેન્ટ છે જેની શૂરવીરતા માટે ભારતને ગૌરવ છે
આ શીખ રેજીમેન્ટ નો સામાજિક ડ્રેસકોડ છે અને યુદ્ધ દરમિયાન પણ તે આજ ડ્રેસમાં હોય છે અને તેમના બાળકો પણ આ ડ્રેસકોડ માં જ જાેવા મળે છે અને શાળા માં પણ આજ ડ્રેસ કોડ સાથે અભ્યાસ કરતા હોય છે માટે ચીફ જસ્ટિસ એન.વી રમના કહ્યું હશે કે ‘હિજાબ વિવાદ ને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો પણ આ સત્ય સમજે તો ચૂંટણીના માર્કેટમાં તેમની નેતાગીરી ચાલે ખરી કર્ણાટક હાઈકોર્ટના આ હિજાબ મુદ્દે શું આખરી ફેસલો આપે છે એ જાેવાનું રહે છે!
બાકી દેશનું બંધારણ નાગરિકોને સંવિધાન ની કલમ ૨૫ થી ૨૮ બધી જ વ્યક્તિઓ ને તેના બધા જ પાસામાં ધર્મ સ્વાતંત્ર્ય ના અધિકાર માટેની જાેગવાઈ છે એટલુ જ બંધારણની કલમ ૨૫ વ્યક્તિઓને અંતઃકરણના સ્વતંત્ર નો અને મુક્તપણે ધર્મ માનવા નો, ધર્મ પાળવાનો, ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર આપ્યો છે
અને ભારતના બંધારણના આમુખમાં ‘ધર્મનિરપેક્ષ” સ્થાન અપાયું છે અને તેથી શીખ સમુદાયનો ડ્રેસ કોડ શાળામાં જ નહીં દેશના લશ્કર પણ પહેલું સ્થાન જાળવી રાખવાની છૂટ અપાય છે આ સંજાેગોમાં મુસ્લિમ મહિલાઓના ‘હિજાબ’ નો મુદ્દો બિનજરૂરી રીતે ચગાવવો યોગ્ય નથી
સુપ્રીમકોર્ટ ના ચીફ જસ્ટિસ એન.વી.રમના અને જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટીસ હિમાબેન કોહલી સમક્ષ દાખલ થયેલી અરજી પર પ્રાથમિક સુનાવણી દરમિયાન કહી દીધું છે કે ‘તમામ નાગરિકોના મૌલિક અધિકારોના રક્ષણ માટે તો અહીં બેઠા છીએ પરંતુ સ્થાનિક મુદ્દાને રાજકીય ના બનાવો’ છતાં વૈચારિક વ્યુહાત્મક રાજકારણ એટલું નિમ્ન કક્ષાએ પહોંચી ગયું છે કે સુપ્રીમકોર્ટના નૈતિક અને બંધારણીય ઈશારાને કોઈ સમજતુ જ નથી!! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
સુપ્રીમકોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રીસિક્રી એ કહ્યું હતું કે ‘‘બંધારણ વાંચન અને તેનું અર્થઘટન બંધારણના આમુખના ભવ્ય અને ઉમદા દર્શન ના પ્રકાશમાં કરવું જાેઈએ”!! જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ કહ્યું છે કે ‘‘સુપ્રીમકોર્ટ નાગરિકોના મૌલિક અધિકારો માટે બેઠી છે”!!
દેશમાં કોઈને રાષ્ટ્રીય એકતા, માનવ અધિકાર, નાગરીક સ્વાતંત્ર લોકશાહી મૂલ્ય કરતા દરેકને પોતાની ‘માન્યતા’ ની પડી છે!! અને વૈચારિક સ્વતંત્રતા ની પડી નથી અને ‘હિજાબ’ નો મુદ્દો રાષ્ટ્રીય બનાવવાથી તેના દરેક રીતે ગંભીર પરિણામો આવી શકે છે તે સુપ્રીમકોર્ટ જાણે છે માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રીએ કહ્યું કે ‘‘હિજાબ નો મુદ્દો રાષ્ટ્રીય ના બનાવો અને વધુમાં કહ્યું કે રાજ્યમાં શું થઈ રહ્યું છે અને હાઇકોર્ટની સુનાવણીમાં શું થઇ રહ્યું છે એ અમે જાણીએ છીએ”!!
કર્ણાટક હાઇકોર્ટના વચગાળાના આદેશમાં ક્લાસમાં ભગવા વસ્ત્રો, હિઝાબ, સ્કાફ, ધાર્મિક ધ્વજ લાવવામાં પ્રતિબંધ સામે પણ સુપ્રીમકોર્ટમાં રીટ થઈ! તો બીજી તરફ સમાન ડ્રેસ કોડ માટે સુપ્રીમકોર્ટમાં નવી અરજી! પરંતુ દરેક વિષયનું વાચન બંધારણની કલમ ૨૫ થી ૨૮ હેઠળ થાય તેવી સંભાવના!!