Western Times News

Gujarati News

પોલીસ બે પશુ ચોરને પિકઅપ ડાલા સાથે ધનસુરા નજીકથી દબોચ્યા

આંતરરાજ્ય પશુ તસ્કરીનો પર્દાફાશ કરતી અરવલ્લી એલસીબી

(પ્રતિનિધિ) બાયડ, અધિક્ષક સંજય ખરાત અરવલ્લી તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિરજ બડગુજર સાહેબ અરવલ્લીએ જિલ્લામાં ઢોર ચોરી કરનાર ઇસમોને પકડી પાડવા માર્ગદર્શન સુચનાઓ આપેલ હતી. આ કામે ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ સી.પી.વાઘેલા , પોલીસ ઇન્સ્પેકટર ,

એલ.સી.બી.અરવલ્લી મોડાસા એ પોતે તેમજ એલ.સી.બી સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાઓની આજુબાજુમાં તેમજ બીજી અન્ય જગ્યાઓએ બાતમીદારો રોકી આ કામે ઢોર ચોરી કરનાર ઇસમો બાબતે માહિતી મેળવવા તેમજ ગુન્હો શોધી કાઢવા જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા

તે દરમ્યાન બાતમી મળેલ હતી કે, જિલ્લામાં ધનસુરા તથા બાયડ વિસ્તારમાં રાત્રી દરમ્યાન ઢોર ચોરી કરનાર ટોળીની બે ઈસમો ધનસુરા તરફ આવનાર છે.જે બાતમી ના આધારે ધનસુરા તરફ જતાં પીકઅપ ડાલા આવતાં ઉભુ રખાવી તેના ચાલક સુનીલભાઇ લક્ષ્મણભાઇ જાતે રાઠવા,ઉ.વ.૨૯ રહે.સખાન્દ્રા તા.બોડેલી જી.છોટાઉદેપુર તથા જાેડે બેઠેલ બરકતખાન

કરીમખાન મુસલમાન રહે.આંટા (સીન્યાની) તા. જી.બાડમેર ( રાજસ્થાન ) હાલ રહે.રાજગઢ તા.ઘોઘંબા જિ.પંચમહાલ પૂછપરછ કરતા પોતે ધનસુરા તેમજ બાયડ વિસ્તારમાં રાત્રી દરમ્યાન ઢોર ચોરીઓ કરેલાની કબુલાત કરેલ જે પોતે તથા પોતાના સાથીદાર સહ આરોપીઓ

નિઝામખાન હાજીગવર મુસલમાન તથા સદ્દામહુસૈન શાયરહુસૈન મુસલમાન મળી રાત્રીના સમયે પીકઅપ ડાલા નંબર ય્ત્ન.૩૪.્‌૦૦૩૨ માં બાયડ રડોદરા ગામ નજીક થી ભેંસો નં-૨ કિ.રૂ.૧,૩૦,૦૦૦ તથા બાયડ ગામના કસ્બા વિસ્તાર નજીક થી ભેંસો નંગ-૨ તથા નાની પાડી નંગ-૧ કિ.રૂ .૮૦,૦૦૦ તથા ધનસુરા ના બારનોરી ગામે ભેંસ નંગ-૧ કિ.રૂ.૬૦,૦૦૦ તથા ધનસુરા ગામમાં આવેલ તબેલા નજીક થી ભેંસો નંગ-૨ કિ.રૂ ૯૦,૦૦૦ ની મળી કુલ-૭ ભેંસો

તથા નાની પાડી નંગ-૧ ની ઢોર ચોરીઓ કરેલા ની કબુલાત કરેલ હોય જેથી પંચનામાની વિગતે બન્ને ઇસમો પાસે થી મોબાઇલ નંગ -૨ કિ.રૂ.૧૦,૦૦૦ તથા રોકડ રકમ રૂ.૧૨૨૦ તથા પીકઅપ ડાલા કિ રૂ.કિ રૂ .૪,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૪,૧૧,૨૨૦ નો મુદ્દામાલ સી.આર.પી.સીકલમ ૧૦૨ મુજબ કબ્જે લીધેલ છે. તેમજ સદર ઇસમને સી.આર.પી.સી.કલમ.૪૧

(૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ ઃ (૧) સુનીલભાઇ લક્ષ્મણભાઇ જાતે. રાઠવા ઉ.વ.૨૯ રહે.સખાન્દ્રા તા.બોડેલી જી.છોટાઉદેપુર (૨) બરકતખાન કરીમખાન મુસલમાન રહે.આંટા (સીન્યાની) તા.જી.બાડમેર ( રાજસ્થાન ) હાલ રહે.રાજગઢ તા. ઘોઘંબા જિ.પંચમહાલ જ્યારે

વોન્ટેડ આરોપી ૧) નિઝામખાન હાજીગવર મુસલમાન રહે.કચ્ચી બનીયોકી બસ્તી દેરાસર તા.જી.બાડમેર રાજસ્થાન (૨) સદ્દામહુસૈન શાયરહુસૈન મુસલમાન રહે.કચ્ચી બનીયોકી બસ્તી દેરાસર તા.જી.બાડમેર રાજસ્થાન(૩) હાસીમખાન કરીમખાન મુસલમાન રહે.આંટા (સીન્યાની) તા.જી.બાડમેર ( રાજસ્થાન ) હાલ રહે.રાજગઢ તા. ઘોઘંબા જિ.પંચમહાલ. (૪) હાસીમ નામનો માણસ જેના પુરા નામ સરનામાની ખબર નથી જેઓને પકડવા એલસીબી અરવલ્લી એ ચક્રો ગતિમાન કર્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.