Western Times News

Gujarati News

ભરૂચ AIMIM પ્રમુખ સહીત ૮ લોકોની શેરપુરા નજીક બે બસો સળગાવી દેવાના મામલામાં ધરપકડ

(પ્રતિનિધિ) ભરૂચ, ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ ની રાતે અકસ્માતની ઘટનામા ગામના વૃદ્ધનુ મોત થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ તોડફોદ કરી બે લકઝરી બસ આગ ચાંપી કરી દીધી હતી.ઘટના બાદ ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટોળાને વિખેર્યું હતું.ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો ત્યાર સુધીમાં બંને વાહનો કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા હતા.આ ઘટના અકસ્માતમાં એક સ્થાનિકના મોત બાદ બની હતી.

ઘટનાના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાની તપાસ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા શરુ કરવામાં આવી હતી.આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને નિવેદનોના આધારે પોલીસે બસની તોડફોડ અને આગ લગાડવાની ઘટનામાં ધરપકડનો દોર શરૂ કર્યો હતો.

મામલાની તપાસમાં એ ડિવિઝન પોલીસે છૈંસ્ૈંસ્ ના જિલ્લા પ્રમુખ સહીત ૮ લોકોની ધરપકડ કરી છે.ભરૂચ પોલીસની સત્તાવાર યાદીમાં જણવ્યા અનુસાર ગત તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ શેરપરુા ગામના પાટીયા પાસે રાત્રીના આશરે ૯ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો.અકસ્માતમાં એક સ્થાનિકનું મોત નીપજ્યું હતું.અકસ્માત કરનાર ખાનગી બસ તેમજ તે ખાનગી ટ્રાવેલ કંપનીની અન્ય બસમાં ટોળાએ તોડફોડ કરી બન્ને બસોને સળગાવી ડ્રાઈવરને માર માર્યો હતો.

ઘટના સંદર્ભે ગુના રજીસ્ટર નંબર ૧૭૬/૨૦૨૨ અંતર્ગત ઈ.પી.કો કલમ ૩૯૫, ૧૪૩,૧૪૭,૩૨૩, ૫૦૪,૪૩૫ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. તોડફોડની ઘટનામાં સંડોવણી સ્પષ્ટ થતા પ્રારંભે ઝુબેરભાઈ ઐયબુભાઈ અહમદભાઈ પટેલ,સઈદભાઈ અહમદભાઈ ઈસશાભાઈ પટેલ,

ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ વલીભાઈ પટેલ,સાદીકભાઈ યાકુબભાઈ અહમદભાઈ પટેલ અને મોહસીન યાકુબભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.આ તમામ શેરપુરા ગામના રહેવાસી છે.

ધરપકડ કરાયેલા ૫ આરોપીઓની પૂછપરછ દરમ્યાન વધુ ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે જે અંતર્ગત પોલીસે AIMIM ના જિલ્લા પ્રમુખ પટેલ નદીમ સહીત વધુ ત્રણની ધરપકડ કરી છે.નદીમ શેરપુરા ગામના વતની અને સ્થાનિક અગ્રણી પણ છે.ધરપકડ કરાયેલા વધુ ૩ આરોપીઓના નામ પટેલ નદીમ અહમેદ ઉર્ફે ભીખી અબ્દુલ હક,પટેલ ઈલ્યાસ વલી અને સફયાન અબ્દુલ ઉઘરાદાર ત્રણેય રહેવાસી શેરપુરા ગામ તા.જી.ભરૂચ હોવાનું બહાર આવ્યું છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.