કારમાં આવેલા ઇસમોએ યુવકના મોપેડને ટક્કર મારી હત્યા કરી નાસી ગયા
સુરતના રાંદેરમાં પીઠમાં ચપ્પુ ઘુસાડીને યુવકને મોતને ઘાટ ઉતારાયો
સુરત, સુરતમાં દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. એક હત્યાની શાહી ન સૂકાઇ ત્યાં બીજી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની પરિવાર સામે ગળુ કાપી હત્યા કર્યાના બીજા જ દિવસે રાંદેરના જીલ્લાની બ્રિજ પર યુવકની હત્યા કરવામાં આવી છે.
મોપેડ પર પરિવારને લઇને નીકળેલા જુનેદ પઠાણની પીઠમાં ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકીને પરિવાર સામે જ હત્યા કરતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયું હતું. હાલ સમગ્ર ઘટનાની પોલીસ તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, મરનારનું નામ જુનેદ ગફુરખાન પઠાણ (ઉ.વ.૩૭) હોવાનું સામે આવ્યું છે. જુનેદ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર સવાર થઇ શાહપોર વાડ જવા નીકળ્યો હતો. જાેકે જીલાની બ્રિજ પર અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારતા આખું પરિવાર રોડ ઉપર પડી ગયુ હતું.
જેનો લાભ લઇ કારમાં આવેલા હુમલાખોરોએ જુનેદ પર તૂટી પડ્યા હતા. માસૂમ બાળકો અને પત્નીની નજર સામે જુનેદને ઘા મારી પીઠમાંથી ઘુસાડેલું ચપ્પુ છાતીમાંથી બહાર કાઢી શરીરમાં જ છોડીને જતા રહ્યા હતા. રવિવારની રજા હોવાથી યુવક જુનેદ પઠાણ તેના પરિવારને લઇને બહાર નીકળ્યો હતો.
મોપેડ પર પરિવાર સાથે નિકળેલા યુવકના મોપેડને પાછળથી કારમાં આવેલા ઇસમોએ ટક્કર મારીને પાડી દીધો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ લઇને હત્યારાઓ તૂટી પડ્યા હતા. યુવકને લોહીના ખાબોચીયામાં પાડી દઇને કારમાં આવેલા હત્યાના આરોપીઓ નાસી ગયા હતા. યુવકની હત્યા કયા કારણે કરવામાં આવી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.