Western Times News

Gujarati News

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૦ હજાર ૬૧૫ નવા કેસ નોંધાયા

નવી દિલ્હી, દેશમાં આજે જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૩૦ હજાર ૬૧૫ નવા કેસ નોંધાયા છે અને ૫૧૪ લોકોના મોત થયા છે. ગઈકાલે ૨૭ હજાર ૪૦૯ કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૩ લાખ ૭ હજાર ૨૪૦ થઈ ગઈ છે. તે જ સમયે, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને ૫ લાખ ૯ હજાર ૮૭૨ થઈ ગઈ છે.

માહિતી અનુસાર, અત્યાર સુધીમાં ૪ કરોડ ૧૮ લાખ ૪૩ હજાર ૪૪૬ લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે દક્ષિણના રાજ્ય કેરળમાં હજુ પણ મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. અહીં કેસ ૧૦,૦૦૦ થી નીચે ગયા પછી, મંગળવારે ૧૧,૭૭૬ નવા કેસ નોંધાયા સાથે દૈનિક કેસોમાં આંશિક વધારો નોંધાયો હતો.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૪,૨૮,૧૪૮ થઈ ગઈ છે. મંગળવારે રાજ્યમાં કોવિડને કારણે ૩૦૪ લોકોના મોત થયા હતા, આ સાથે મહામારીથી કુલ મૃત્યુઆંક વધીને ૬૨,૬૮૧ થઈ ગયો છે. સોમવારે કેરળની હોસ્પિટલમાંથી ૩૨,૦૨૭ લોકોને રજા આપવામાં આવતા, રાજ્યમાં અત્યાર સુધીમાં ચેપ મુક્ત લોકોની કુલ સંખ્યા વધીને ૬૨,૪૦,૮૬૪ થઈ ગઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.