Western Times News

Gujarati News

ક્રોસીંગ તોડી રેલવે ટ્રેક પર પહોંચેલા યુવાનના બાઈકનો કચ્ચર ઘાણ (જૂઓ વિડિયો)

મુંબઈ, દેશમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વઘી રહ્યું. માર્ગ અકસ્માતની સાથે ટ્રેન અકસ્માતોના પણ એટલા જ કિસ્સા સામે આવે છે. અવાર-નવાર થતાં અકસ્માતોની ધટનાના વીડિયો સામે આવતા હોય છે. હાલમાં આવો જ એક અકસ્માતનો વીડિયો સાશિયલ મીડિયો પર વાયરલ થઈ રહ્યો છે.

માત્ર થોડી મિનિટો માટે બચાવવા માટેનો પ્રયાસ એક મોટરસાઇકલ સવારને ભારે પડ્યો હતો, જેણે મુંબઈમાં એક ઝડપી ટ્રેન સાથે નજીકથી મોતનો સામનો કર્યો હતો. એ ક્લિપિંગ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનની નીચે એક ટુ-વ્હીલરનો કચ્ચણધાણ થતો જાેવા મળી રહ્યો છે, જ્યારે બાઈકર બાઈક મૂકીને ભાગી જાય છે.

આ વીડિયો ફૂટેજ ૧૨ ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં કેપ્ચર કરવામાં આવ્યો હતો. બાઈકર નજીક આવતી ટ્રેનને જાેઈને રેલ્વે ટ્રેક પર તે રોકાયો અને છેલ્લી ક્ષણે જીવ બચાવવા તેની મોટરસાઈકલ ત્યાં જ છોડીને ભાગ્યો. આ ઘટનામાં તેને પણ ઈજાઓ થઈ હોવાનું જણાવા મળ્યું હતું.

આ સતર્ક કરતો વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બહોળા પ્રમાણમાં પ્રસારિત થઈ રહ્યો છે તેનાથી યુઝર્સ ધ્રૂજી ઉઠે છે. ગયા વર્ષની આવી જ એક ઘટના સાથે તેનું ટ્રેઈલ જાેવા મળ્યું, જેમાં એક બાઇકર સમયસર આવી ટ્રેન અકસ્માતમાંથી બચી ગયો હતો.

આ વીડિયો ટ્‌વીટર પર શેર કરવામાં આવ્યો છે. અને લોકો તેના પર ધણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુંઃ ભારતમાં તમામ અધીરા, ઓવરસ્માર્ટ રાઇડર્સ, ડ્રાઇવરો અને કાયદો તોડનારાઓને આવા વીડિયો દરરોજ બતાવવાની જરૂર છે.

અન્ય એક યુઝર્સે લખ્યું કે, આવા તમામ રેલ્વે ક્રોસિંગ બંધ થવા જાેઈએ અને આવા ક્રોસિંગ બેરીકેટ્‌સ કૂદનારા અપરાધીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવી જાેઈએ, એકે કહ્યું તેથી તેની બાઈક નાશ પામી, તેણે ૪૪૦ વોલ્ટનો આંચકો અનુભવ્યો હોવો જાેઈએ, તેણે તેની પીઠમાં ઈજા પહોંચાડી છે. આ બધું થોડી મિનિટો બચાવવાનો પ્રયાસ કરતી વખતે થયું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.