રણધીરની આ આદતને લીધે બબીતા ૩૪ વર્ષ અલગ રહ્યા
મુંબઇ, બોલીવુડના જાણીતાં ડાયરેક્ટર અને દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના પુત્ર રણધીર કપૂરનો આજે ૧૫મી ફેબ્રુઆરીએ ૭૫મો જન્મદિવસ છે. તેઓ બોલીવુડના એક સફળ એક્ટર રહ્યા છે અને હિંદી ફિલ્મોમાં બહુ મહત્વનો ફાળો આપી ચૂક્યા છે.
જાેકે ફિલ્મોમાં અભિનય માટે જાણીતાં રણધીર કપૂરે સહ અભિનેત્રી બબીતા સાથે લગ્ન કર્યા છે, પરંતુ તેમનું લગ્નજીવન હમેશાંથી ચર્ચામાં રહ્યું છે. રણધીર કપૂર અને બબીતા બોલીવુડના એવા કપલ્સમાંથી એક છે જેઓ શીખવી જાય છે કે લગ્ન જીવન ખતમ થયાં પછી પણ જીવનભર સાથે રહી શકાય છે. રણધીર કપૂર અને બબીતાએ ૧૯૭૧માં લગ્ન કર્યા હતાં, પરંતુ મતભેદોને લીધે બંને ૧૯૮૮માં અલગ થયા હતા.
રણધીર-બબીતા અલગ થયે ૩૪ વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ તેમણે છૂટાછેડા નથી લીધા. બંનેની ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો રણધીર કપૂરે ૧૯૭૧માં ફિલ્મ કલ આજ ઔર કલથી ડેબ્યૂ કર્યું હતું જ્યારે બબીતાએ ૧૯૭૬માં આવેલી ફિલ્મ દસ લાખથી અભિનયમાં એન્ટ્રી લીધી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આ બંને કલાકારો ફિલ્મોમાં આવ્યા એ પહેલા જ એકબીજાના પરિચયમાં આવી ચૂક્યા હતા.
રણધીર અને બબીતાની પહેલી મુલાકાત સંગમ ફિલ્મના સેટ પર થઈ હતી અને ત્યારથી જ એમની પ્રેમ કહાણીએ જન્મ લીધો. પરંતુ બે વર્ષના પ્રેમસંબંધ પછી જ્યારે બબીતાને એ વાતનો ખ્યાલ આવ્યો કે કપૂર પરિવારની વહુઓને ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી નથી ત્યારે તેઓ ચિંતામાં પડી ગયા હતા.
બબીતા એમની ફિલ્મી કારકિર્દીનો ભોગ આપવા ઇચ્છતા નહોતા. માનવામાં આવી રહ્યું છે કે, રણધીર કપૂરે આ વિચારે બબીતાની મુલાકાત પરિવાર સાથે કરાવી હતી કે એ જે ફિલ્મમાં કામ કરશે એમાં જ બબીતાને રોલ આપશે. રાજ કપૂરને રણધીર-બબીતાના એકસાથે કામ કરવાથી કોઈ વાંધો નહોતો પરંતુ તેઓ બબીતાને વહુ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.
એક રિપોર્ટ મુજબ રાજ કપૂર પાછળથી રણધીર કપૂરની જીદ સામે ઝુકી ગયા, તો બીજી તરફ બબીતાએ પણ ફિલ્મોમાં કામ નહીં કરવાની વાતને સ્વીકારીને રણધીર સાથે લગ્ન કરી લીધા. પુત્રી કરિમાના જન્મ પછી બંને વચ્ચે મતભેદો શરૂ થવા લાગ્યા હતા.
એની પાછળનું કારણ રણધીર કપૂરની ફ્લોપ ફિલ્મોને માનવામાં આવે છે. ૧૯૮૦ના દશકમાં ફ્લોપ ફિલ્મોને લીધે પરિવાર સામે આર્થિક પડકારો ઉભા થવા લાગ્યા હતા. આ કારણે રણધીર કપૂર દારુ પીવા લાગ્યા અને એક્ટિંગ તરફ ધ્યાન ઓછુ કરી દીધું. એમના આ વર્તનની સીધી અસર લગ્ન જીવન પર પડવા લાગી અને અંતે ૧૯૮૭માં બબીતાએ રણધીર કપૂરથી અલગ થવાનો ર્નિણય લીધો.SSS