હવે ચાહકો “આશ્રમ-૩” વેબ સીરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
મુંબઇ, બોલીવુડ એક્ટર બોબી દેઓલ ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે તેણે સુપરહિટ વેબ સિરીઝ આશ્રમથી ધમાકેદાર વાપસી કરી. આ સિરીઝમાં બોબી દેઓલે બાબા નિરાલાનો નેગેટિવ રોલ નિભાવ્યો હતો. પ્રકાશ ઝા પ્રોડક્શન્સ હેઠળ તૈયાર થયેલી આ પોપ્યુલર વેબ સિરીઝની ૨ સિઝન આવી ચૂકી છે.
આ બંને સિરીઝને ફેન્સે ખૂબ જ વખાણી હતી. ત્યારે હવે ફેન્સ આ સિરીઝની ત્રીજી સિઝન આશ્રમ-૩ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જેને લઈને બોબી દેઓલે એક વાત કરી છે. આશ્રમ વેબ સિરીઝને લઈને બોબી દેઓલની ખૂબ જ ટિકાઓ થઈ હતી.
ત્યારે નવી સિઝનને લઈને તેનો કેવો વિચાર છે એની વાત કરી હતી. એક ન્યૂઝ પોર્ટલ સાથે કરેલી વાતચીતમાં બોબી દેઓલે જણાવ્યું કે, આવું બધુ સતત ચાલ્યા કરે છે. તેણે કહ્યું કે, જાે આશ્રમ એટલી ખરાબ અને ખોટી વેબ સિરીઝ હોત તો સુપરહિટ પણ ન ગઈ હોત.
તેને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. દર્શકો સારી રીતે જાણતા હતા કે તેમાં શું બતાવવામાં આવે છે. એટલા માટે જ એ સફળ થઈ, કારણ કે જે લોકો તેની ટિકા કરતા હતા તેઓ સામે શો દ્વારા સત્ય સામે આવી ગયું. બોબી દેઓલે આગળ જણાવ્યું કે, પ્રકાશ ઝા ખૂબ જ જવાબદાર ફિલ્મ મેકર છે.
જાે તમે તેમના કરિયર પર નજર કરશો તો ખબર પડશે કે તેમણે એવા મુદ્દાઓ પર ફિલ્મો બનાવી છે કે જેના પર લોકોએ આગળ આવીને વાત કરવી જાેઈએ. એટલા માટે હું આ વિશે કંઈ વિચારતો જ નથી. એના કરતા હું જે રોલ કરી રહ્યો છું એના વિશે વિચાર કરું છું. હું વિચારું છું કે કેવી રીતે મારા કામથી હું ઓડિયન્સને ઈમ્પ્રેસ કરી શકું. આશ્રમ બાદ બોબી ઓટીટી પર સૌથી પોપ્યુલર એક્ટર્સમાંનો એક બની ચૂક્યો છે.
બોબી દેઓલે કહ્યું કે, ઈમાનદારીથી જણાવું તો મેં ક્યારેય વિચાર્યુ નહોતુ કે આશ્રમ આટલી બધી સફળ થશે. કારણ કે હું તેમાં પહેલીવાર નેગેટિવ રોલ કરી રહ્યો હતો. મને વિશ્વાસ નહોતો કે, નેગેટિવ રોલ કરવાથી પણ પોઝિટિવ રિસ્પોન્સ મળી શકે છે. તમને નથી ખબર કે લોકો તમને કેટલો પ્રેમ કરે છે. એટલે કે તેઓ બાબાને કેટલો પ્રેમ કરે છે. હું એવા લોકોને મળ્યો છું, જેઓએ ખૂબ જ પ્રશંસા કરી છે.
આશ્રમ-૩ ક્યારે રિલીઝ થવાની છે એના વિશે બોબી દેઓલે કહ્યું કે, નવી સિઝન જે આવી રહી છે તે સિઝન ૩ નહીં પણ સિઝન ૨ જ હશે, કારણ કે છેલ્લી બે સિઝન એક જ સિઝનના ચેપ્ટર્સ હતા.
બોબી દેઓલે કહ્યું કે, આશ્રમના પહેલી સિઝનમાં ચેપ્ટર ૧ અને ૨ હતું. જે આવી રહી છે તે સિઝન ૨ છે. કોરોના વાયરસના કારણે એનું શૂટિંગ લેટ થયુ હતુ. આ સિઝન ક્યારે રિલીઝ થશે એની કોઈ ચોક્કસ ડેટ તો મને પણ ખબર નથી. મને લાગે છે કે આ વર્ષની મધ્યમાં આવી જવી જાેઈએ.SSS