Western Times News

Gujarati News

મુંબઇમાં ગયા વર્ષની સરખામણીમાં હત્યા અને ગંભીર ગુનાઓમાં ૩ ટકાનો વધારો: પોલીસ કમિશ્નર

મુંબઇ, મુંબઈ પોલીસે “વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ”નું આયોજન કર્યું હતું. જેની અધ્યક્ષતા મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેએ કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન કમિશનરે છેલ્લા એક વર્ષમાં મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.

મુંબઈ પોલીસમાં અધિકારીઓ અને કોન્સ્ટેબલની કુલ સંખ્યા ૪૬૨૧૨ છે, જ્યારે ૮૭૪૭ જગ્યાઓ હજુ પણ ખાલી છે. મુંબઈ પોલીસને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા માટે ૧૩૯ મેડલ મળ્યા છે. જયારે કોરોનાની ત્રણેય લહેર દરમિયાન ૧૨૬ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો હતો.

વર્ષ ૨૦૨૧માં મુંબઈમાં ગુનાના કુલ ૬૪૬૫૬ કેસ નોંધાયા હતા, જેમાંથી ૫૩૧૯૩ કેસ ઉકેલાયા હતા. પોલીસે ગયા વર્ષે ૮૨% કેસ ઉકેલ્યા હતા, જે ૨૦૨૦ કરતા ૨૬% વધુ છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે કોરોના દરમિયાન કલમ ૧૮૮ હેઠળના કેસમાં વધારો થયો છે.

જયારે વર્ષ ૨૦૨૧માં રોજના ૧૭૭ કેસ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીમાં હત્યા અને ગંભીર ગુનાઓમાં ૩ ટકાનો વધારો થયો છે. ૧૦૪૧૩માં પ્રોપર્ટી વિવાદના કેસો પણ સામે આવ્યા હતા, જે ગયા વર્ષ કરતા ૨૦ ટકા વધુ છે. અન્ય નાના કેસોમાં પણ ૨૯ ટકાનો વધારો થયો છે. મહિલાઓને લગતા ૫૪૯૬ કેસ નોંધાયા હતા જેમાંથી ૪૩૩૫ કેસો ઉકેલાયા હતા. વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં ગુનામાં ૨૧ ટકાનો વધારો થયો છે.

બળાત્કારના કેસોમાં ૧૫ ટકાનો વધારો થ્ ાયો છે, જ્યારે ૫૯ ટકા ગુનાઓ સગીર છોકરીઓ પર આચરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે ગત વર્ષે ઓપરેશન મુસ્કાન હેઠળ ૨૯ બાળકો અને ૧૧૬ છોકરીઓને તેમના પરિવારો સાથે ભેગા કર્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.