Western Times News

Gujarati News

TCS iONએ રોબોટિક્સ, ઓટોમેશન સહિત તમામ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરવા NTTF સાથે જોડાણ કર્યુ

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે સમગ્ર ભારતમાં દેશની યુવા પેઢીને કૌશલ્યસંપન્ન અને કૌશલ્ય સંવર્ધન કરવા 15 ફિજિટલ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કર્યા

TCS iONએ ઉદ્યોગ માટે જરૂરી કુશળતાઓ માટેના વિવિધ કોર્સ શરૂ કરવા NTTF સાથે જોડાણ કર્યું

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) (BSE: 532540, NSE: TCS)નું સ્ટ્રેટેજિક યુનિટ TCS iON™ તથા ટોચની ટેકનિકલ અને રોજગારલક્ષી શૈક્ષણિક અને તાલીમ સંસ્થા નેટ્ટર ટેકનિકલ ટ્રેનિંગ ફાઉન્ડેશન (એનટીટીએફ)એ ટીસીએસએ વિકસાવેલા વિશિષ્ટ ફિજિટલ મોડલમાં રોબોટિક્સ, ઓટોમેશન, ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક્સ સહિત તમામ ક્ષેત્રોમાં ઊંચી-માગ ધરાવતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરવા જોડાણ કર્યું છે. TCS iON Partners with NTTF to Launch Industry-Led Skilling Programs

ટીસીએસ અને એનટીટીએફ દેશમાં 60,000થી વધારે યુવાનોને કૌશલ્ય સાથે સજ્જ કરવા અને કૌશલ્ય સંવર્ધન કરવાના લક્ષ્યાંક સાથે 3 ડિપ્લોમા અને 12 સર્ટિફિકેશન કોર્સ ઓફર કરશે, જે તેમને ઉદ્યોગની હાલની અને ભવિષ્યની જરૂરિયાતો સાથે સજ્જ કરશે.

તાજેતરમાં શૈક્ષણિક સુધારાઓ અને ઉદ્યોગ-પરિભાષિત ધારાધોરણો સાથે સુસંગત રીતે ડિઝાઇન કરવામાં આવેલા આ શૈક્ષણિક કાર્યક્રમો TCS iONએ પ્રસ્તુત કર્યા છે, જેનો ઉદ્દેશ કૌશલ્યની ઊણપ અને તેની માગ વચ્ચે રહેલા ગેપને ભરવાનો છે. તેમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ ઉદ્યોગ અને એનટીટીએફના શ્રેષ્ઠ ટ્રેનર્સ પાસેથી માર્ગદર્શન મેળવશે તેમજ સમગ્ર દેશમાં સ્થાપિત TCS iON લર્નિંગ એન્ડ પ્રેક્ટિસ સેન્ટર્સમાં વ્યવહારિક અનુભવ મેળવશે.

TCS iONનું ફિજિટલ મોડલ વ્યવહારિક પ્રોજેક્ટ વર્ક અને મલ્ટિમોડલ ડિજિટલ લર્નિંગ સંસાધનોનો સમન્વય કરીને લર્નિંગ ઇકોસિસ્ટમને પરિવર્તિત કરશે. લાઇવ ઓનલાઇન લેક્ચર્સ એનટીટીએફ પ્રદાન કરશે. આ કોર્સનો લાભ હાલના વિદ્યાર્થીઓને તેમજ ટીસીએસ સાથે જોડાણ ધરાવતી સમગ્ર દેશમાં કાર્યરત વિવિધ આઇટીઆઇ, પોલીટેકનિક અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનાં પૂર્વ વિદ્યાર્થીઓને મળશે.

TCS iONના ગ્લોબલ હેડ વેંગુસ્વામી રામાસ્વામીએ કહ્યું હતું કે, “ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સેવા ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં છ ગણો વધીને હાલના 23.5 અબજ ડોલરથી 152 અબજ ડોલરનો થઈ જવાની અપેક્ષા છે. આ વૃદ્ધિને હાંસલ કરવા દેશને એની યુવા પેઢીને મુખ્ય શિક્ષણ ઉપરાંત રોજગારલક્ષી કુશળતાઓ સંપાદિત કરવાની જરૂર પડશે.

TCS iON-એનટીટીએફ પાર્ટનરશિપ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, 2020ને સુસંગત છે, જેનો ઉદ્દેશ ભવિષ્યને વર્કફોર્સને કુશળતાસંપન્ન બનાવવાની અને વિકસતા ઉદ્યોગોમાં કારકિર્દીલક્ષી તકો મેળવવા સજ્જ કરવાનો છે.”

એનટીટીએફના મેનેજિંગ ડિરેક્ટર ડો. એન રેગુરાજે કહ્યું હતું કે, “અત્યારે કુશળતા ધરાવતા યુવાનો માટેની સ્પર્ધા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહી છે. ફિજિટલ મોડલ કાર્યક્રમો એનટીટીએફ અને TCS iONએ જોડાણમાં હાથ ધરેલી પહેલ તરીકે શરૂ કરવામાં આવ્યાં છે, જે દેશમાં યુવાનો વચ્ચે કૌશલ્યની મોટી ઊણપને દૂર કરશે.

અમારો લક્ષ્યાંક 60,000થી વધારે યુવાનોને કૌશલ્યસંપન્ન અને તેમની કુશળતાઓમાં સંવર્ધન કરીને રોજગારી માટે તૈયાર કરવાનો છે. આ વિશિષ્ટ પ્રોગ્રામ એનટીટીએફના ધારાધોરણો મુજબ ઓનલાઇન કન્ટેન્ટ ડિલિવરી તેમજ વ્યવહારિક તાલીમના સમન્વિત મોડલ તરીકે ઓફર કરવામાં આવ્યો છે,

જે યુવા પેઢીને “મલ્ટિ-લેવલ સર્ટિફાઇડ” અને કુશળતાસંપન્ન બનાવશે, જે રોબોટિક્સ, ઓટોમેશન, ઇન્ડસ્ટ્રી 4.0 અને ઇલેક્ટ્રોનિક્સ જેવા તમામ ક્ષેત્રોમાં ઊંચી માગ ધરાવતી રોજગારીને અનુકૂળ છે. સફળ વિદ્યાર્થીઓને TCS-iONપ્લેટફોર્મ પર લિસ્ટેડ અનેક જોબ પોસ્ટિંગ વચ્ચે પસંદગી કરવાની તક મળશે.”

સમગ્ર ભારતમાં કૌશલ્ય વિકાસ સંસ્થાઓ, ITIs અને પોલિટેકનિક કોલેજો રસ ધરાવતા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઓફર કરી શકે છે. નવા શરૂ થયેલા વિવિધ કોર્સ ઉપરાંત TCS iON અન્ય કેટલાંક કોર્સ પણ શરૂ કરશે, જે આત્મનિર્ભર ભારત બનાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કુશળ વર્કફોર્સમાં ભારતને પરિવર્તન કરવા ડિઝાઇન કરેલા છે. આ પ્રોગ્રામ્સ https://learning.tcsionhub.in/hub/ve/ પરથી સુલભ થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.