આ કંપની આપી રહી છે, માસિક ભાડે SUV ગાડી
મહિન્દ્રા ઓટોમોટિવે ગ્રાહકોને SUV લીઝિંગના વિકલ્પો ઓફર કરવા Quiklyz સાથે ભાગીદારી કરી
મુંબઇ, પૂના, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઇ – આઠ શહેરોમાં ઉપલબ્ધ
ગ્રાહકો મહિન્દ્રા ઓટોના પોર્ટલ તથા આ શહેરોમાં ડિલરશીપના વિશાળ નેટવર્ક દ્વારા Quiklyz લીઝિંગની એક્સેસ પ્રદાન કરે છે
ગ્રાહકો પાસે 24 મહિનાથી 60 મહિના વચ્ચેના કાર્યકાળનો વિકલ્પ રહેશે તેમજ વાર્ષિક 10,000 કિમીથી શરૂઆતના પસંદગીના વાર્ષિક કિલોમીટરના વિકલ્પોની પણ ફ્લેક્સિબિલિટી રહેશે.
મુંબઇ, મહિન્દ્રા સમૂહનો હિસ્સો મહિન્દ્રા ઓટોમોટિવે આજે મહિન્દ્રા ફાઇનાન્સના નવા યુગના વાહન લીઝિંગ અને સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ Quiklyzસાથે સહયોગ કર્યાંની જાહેરાત કરી છે. આ વ્યવસ્થા દ્વારા Quiklyz હવે મહિન્દ્રા ઓટોના પોર્ટલ તથા મહિન્દ્રા ઓટોના ડિલરશીપ નેટવર્ક ઉપર લાઇવ ઉપલબ્ધ બનશે. આ ભાગીદારી દ્વારા ગ્રાહકો તેમની પસંદગીના મહિન્દ્રા વાહનોને પારદર્શી અને સમસ્યા-મુક્ત રીતે ભાડે આપી શકશે.
Quiklyzમુંબઇ, પૂના, દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઇ એમ ભારતના આઠ શહેરોના ગ્રાહકોને ઉત્તમ અનુકૂળતા, ફ્લેક્સિબિલિટી અને પસંદગી ઓફર કરશે. વાહનોનું માસિક ભાડું રૂ. 21,000ના સ્તરેથી શરૂ થશે, જેમાં કોઇપણ પ્રકારના વધારાના ડાઉન પેમેન્ટ વગર વીમો, જાળવણી, રોડસાઇડ સહાયતા સામેલ છે.
ગ્રાહકો પાસે 24 મહિનાથી 60 મહિના વચ્ચેના કાર્યકાળનો વિકલ્પ રહેશે તેમજ વાર્ષિક 10,000 કિમીથી શરૂઆતના પસંદગીના વાર્ષિક કિલોમીટરના વિકલ્પોની પણ ફ્લેક્સિબિલિટી રહેશે.
એમએન્ડએમ લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિજય નાકરાએ કહ્યું હતું કે, “ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને પે પર યુઝ મોડલ ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ગ્રાહકોને અમારી સેલ્સ ચેનલ્સ દ્વારા લિઝિંગના વિકલ્પો પ્રદાન કરવાથી ગ્રાહકોને સરળ અને સુવિધાજનક પ્રકારે ફ્લેક્સિબિલિટી અને પારદર્શિતા પ્રાપ્ત થશે.
તેઓ મુદ્દતના અંતે રિટર્ન, બાય બેક અથવા નવા મોડલ ઉપર અપગ્રેડના વિકલ્પ સાથે પસંદગીનું વાહન લઇ શકશે. Quiklyz અમને ભારતના વિકાસ સાધતા લિઝિંગ માર્કેટને ટાર્ગેટ કરવામાં અને તેની ક્ષમતાનો લાભ ઉઠાવવામાં મદદરૂપ બનશે તેમજ અમારા ગ્રાહકોના પોર્ટફોલિયોમાં વિસ્તાર પણ કરશે.”
મહિન્દ્રા ફાઇનાન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર – કોર બિઝનેસિસ રાઉલ રેબેલોએ કહ્યું હતું કે, “અમે અમારી Quiklyz યાત્રામાં મહિન્દ્રા ઓટો સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. હાલમાં ભારતમાં લિઝિંગ અને સબસ્ક્રિપ્શન મોડ્યુલ તેના પ્રારંભિક તબક્કામાં છે
અને મહિન્દ્રાના ઓટો ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતાં વિવિધ લાભોની સાથે સમગ્ર ભારતમાં પ્રસાર અને પહોંચથી અમને લાભ થશે. મને વિશ્વાસ છે કે અમારા ગ્રાહકો, વ્યક્તિઓ અને કોર્પોરેટ્સને આ સહયોગથી લાભ થશે કે જેઓ ઓફર ઉપર મહિન્દ્રાના શ્રેષ્ઠ વાહનોને લીઝ ઉપર લેવા માટે સક્ષમ બનશે.”
Quiklyzના એસવીપી અને બિઝનેસ હેડ તુરા મોહમ્મદે કહ્યું હતું કે, “વાહનોનું લીઝિંગ અને સબસ્ક્રિપ્શન નવું નોર્મલ તથા વાહન મેળવવાનું ખર્ચ-કાર્યક્ષમ માધ્યમ બની રહ્યું છે. લીઝિંગ અને સબસ્ક્રિપ્શન ઉદ્યોગ આગામી 5-10 વર્ષમાં 15-20 ટકાની સીએજીઆર વૃદ્ધિ સાધશે તેવી અપેક્ષા છે,
જેનાથી તે ભારતમાં સૌથી ઝડપી વૃદ્ધિ સાધતું માર્કેટ પૈકીનું એક બન્યું છે. અમે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મહિન્દ્રાની એસયુવીની સંપૂર્ણ શ્રેણીને લીઝ ઉપર ઓફર કરતાં ઉત્સાહિત છીએ. અમારો ઉદ્દેશ્ય આ બજારમાં મજબૂત ઉપસ્થિતિનું નિર્માણ કરવાનો અને Quiklyz બ્રાન્ડ ઉપસ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.”
Quiklyzતેના સબસ્ક્રિપ્શન પ્લેટફોર્મ્સ ઉફર ઇવીનો સૌથી મોટો પોર્ટફોલિયો ધરાવે છે. આ ભાગીદારીના ભાગરૂપે Quiklyzઇ-કોમર્સ ફ્લીટ ઓપરેટર્સ માટે મહિન્દ્રાની ટેઓ લોડ વિહિકલ્સ ઓફર કરશે. Quiklyzનું વિહિકલ સબસ્ક્રિપ્શન મોડલ મેન્ટેનન્સ, બેટરી લાઇફ અને રીસેલ વેલ્યુ અંગે કોઇપણ પ્રકારનું જોખમ અને અનિશ્ચિતતા ન હોવાનું સુનિશ્ચિત કરે છે.