Western Times News

Gujarati News

ચીન સાથેના વેપારમાં સતત વધી ભારતની ખાધ રહી છે

નવીદિલ્હી, ઈન્ટરનેટના આ જમાનામાં સમગ્ર વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયુ છે. ઓનલાઈ વેપારમાં દરવર્ષે ચોંકાવનારો વધારો થતો જાય છે અને વિશ્વના કોઈપણ ખૂણે વેચાતી વસ્તુ એક્‌ ક્લિક પર આપણા ઘર સુધી પહોંચી શકે છે. જાેકે વેપારમાં ચીન વિશ્વમાં સૌથી અવ્વલ છે. માત્ર ભારત નહી, દુનિયાભરનો મદાર ચીન પર વધ્યો છે.

વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન અને અમેરિકા વચ્ચે ભલે આમને-સામને હોય પરંતુ બિઝનેસ મામલે અમેરિકાએ પણ ક્યાંકને ક્યાંક ચીન પર આધાર રાખવો પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને ચીનની વચ્ચે વેપારયુદ્ધ છેડાયું હતું.

આમ છતાં વર્ષ ૨૦૨૧ દરમિયાન બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૭૫૫.૬ અબજ ડૉલર ઉપર પહોંચી ગયો હતો. વર્ષ ૨૦૨૧ દરમિયાન બંને દેશના વેપારમાં ૨૮.૭ ટકાનો વધારો થયો હતો. જેમાં અમેરિકાએ માત્ર ૧૭૯.૫૩ અબજ ડૉલરની નિકાસ કરી હતી.

ભારતના ફાર્માઉદ્યોગ દ્વારા વપરાશમાં લેવામાં આવતાં કેમિકલ તથા અન્ય સામગ્રીનો લગભગ ૫૦થી ૬૦ ટકા હિસ્સો ચીનમાંથી આયાત થાય છે.

ચીન પાસેથી ભારત ઇલેક્ટ્રિકલ તથા મિકેનિકલ મશીનરી ઉપરાંત અનેક પ્રકારનાં કેમિકલ ખરીદે છે, જે તેની ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય ઑટો પાર્ટ તથા મેડિકલ ચીજવસ્તુઓની આયાત પણ મહત્વપૂર્ણ છે. ચીનમાંથી ભારતની આયાત ૪૬.૨ ટકા વધી છે, જ્યારે નિકાસમાં ૩૪.૨ ટકાનો વધારો થયો છે.

જીએસીના આંકડા પ્રમાણે, ચીન સાથેના વેપારમાં ભારતની ખાધ સતત વધી રહી છે. વર્ષ ૨૦૧૭માં વેપારખાધ ૫૧ અબજ ડૉલરની હતી, જે વધીને ૬૯.૪ અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. ભારત દ્વારા ચીનમાં મુખ્યત્વે ચોખા, શાકભાજી, સોયાબિન, ફળ, કોટન તથા સી-ફૂડની નિકાસ કરવામાં આવે છે. ચીન દ્વારા ભારતમાં નિર્મિત માલની આયાત કરવામાં નથી આવતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.