હિજાબ વિવાદ મુદ્દે આગ્રામાં તાજમહેલની બહાર હોબાળો
બેંગલુરૂ, કર્ણાટકથી ઉઠેલી હિજાબ વિવાદની આગ હવે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચી ચૂકી છે. હિજાબ વિવાદને લઈને ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજમહેલની બહાર હોબાળો મચ્યો. આ સિવાય મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળ પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વહીવટીતંત્રએ તપાસના આદેશ આપ્યા છે.
હિજાબ વિવાદને લઈને આગ્રામાં હોબાળો મચ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર વીએચપી સાથે જાેડાયેલા લોકો તાજમહેલની અંદર ભગવો પહેરીને હનુમાન ચાલીસા વાંચવા લાગ્યા.
જાેકે, પોલીસે તેમને રોક્યા. દુર્ગા વાહિનીની ક્ષેત્રીય સંયોજિકાએ કહ્યુ કે હિજાબના સમર્થનવાળા લોકો કાલે કહેશે નમાજ સ્કુલમાં પઢીશુ પરંતુ દેશમાં એવુ ચાલશે નહીં. પ્રદર્શન કરી રહેલી મહિલાઓનુ કહેવુ છે કે જ્યારે હિજાબ પહેરીને સ્કુલ જઈ શકીએ છીએ તો ભગવા પહેરીને તાજમહેલ કેમ ના જઈ શકીએ.
આ સિવાય અલીગઢમાં હિજાબના વિરોધમાં ભગવા પહેરીને વિદ્યાર્થી ડીએસ ડિગ્રી કોલેજ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થી સોમવારે ભગવો ખેસ નાખીને પહોંચ્યા. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે જાે કોલેજ પરિસરમાં વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવશે તો અમે ભગવો પહેરીને આવીશુ. વિદ્યાર્થિનીઓએ હિજાબ પર પ્રતિબંધ લગાવવા માટે પ્રોક્ટરને આવેદન પણ સોંપ્યુ.SSS