Western Times News

Gujarati News

વિશ્વમાં પ્રથમવાર મહિલાની એઈડ્‌સની સારવાર થઈ

શિકાગો, શિકાગો- યુનાઈટેડ સ્ટેટ્‌સના એક લ્યૂકેમિયાના દર્દી અત્યાર સુધીના ત્રીજી એવી વ્યક્તિ અને પ્રથમ મહિલા દર્દી છે જેમની એચઆઈવીની સારવાર થઈ છે. મંગળવારના રોજ સંશોધકોએ જણાવ્યું કે, એઈડ્‌સ માટે જવાબદાર વાયરસથી પ્રાકૃત્તિક રીતે પ્રતિરોધક ડોનરના સ્ટેમ સેલ મળી જવાને કારણે મહિલાની સારવાર શક્ય બની છે. આ મહિલાનો કેસ ડેનવરમાં આયોજિત એક કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ કોન્ફરન્સનો વિષય હતો રેટ્રો વાયરસિસ એન્ડ ઓપર્ચ્યુનિસ્ટિક ઈન્ફેક્શનન્સ. ઉલ્લેખનીય છે કે આ કેસમાં અમ્બિકલ કોર્ડ બ્લડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક નવો અભિગમ છે જેની મદદથી શક્ય છે કે વધારે લોકોની સારવાર થઈ શકશે.

નોંધનીય છે કે મહિલા ગંભીર માઈલોઈડ લ્યૂકેમિયાથી પીડિત હતા અને આ સારવાર માટે કોર્ડ બ્લડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેન્સરની શરુઆત બોન મેરોમાં શરુ થઈ હતી. મહિલા પાછલા ૧૪ મહિનાઓથી વાઈરસ મુક્ત છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આટલુ જ નહીં, હવે તેમને એચઆઈવીની સારવાર કરવાની પણ જરૂર નથી. આ સારવારને એન્ટીરેટ્રોવાઈરલ થેરાપી કહેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાના બે કેસ પુરુષોના હતા. આ બન્ને પુરુષોને પણ વયસ્કોના સ્ટેમ સેલ્સ મળ્યા હતા. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં મોટાભાગે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ એઈડ્‌સ સોસાયડીના પ્રમુખ શેરન લેવિને આ કેસ બાબતે જણાવ્યું કે, એઈડ્‌સની સારવારનો આ ત્રીજાે કેસ છે. આ પ્રથમ મહિલા છે એચઆઈવી સાથે પણ જીવિત છે.

આ કેસ યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ(યુસીએલએ)ના ડોક્ટર યૉન બ્રાયસન તેમજ જાેહ્નસ હોપકિન્સ યૂનિવર્સિટીના ડોક્ટર ડેબોરાહના નેતૃત્વમાં યુનાઈટેડ સ્ટેટ્‌સના સમર્થનથી કરવામાં આવેલા એક મોટા અભ્યાસનો ભાગ છે. આ અભ્યાસનો હેતુ એવા ૨૫ એચઆઈવીના દર્દીઓની સ્થિતિનું નિરિક્ષણ કરવાનો છે જેમનું સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ નાળના રક્તમાંથી કરવામાં આવ્યું છે.

સૌપ્રથમ તો કિમો થેરાપીની મદદથી કેન્સરના કોષોને મારવામાં આવે છે. ત્યારપછી ડોક્ટર્સ ચોક્કસ જીનેટિક મ્યુટેશન ધરાવતા વ્યક્તિ પાસેથી સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ કરે છે. લેવિન જણાવે છે કે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ય પદ્ધતિથી એચઆઈવીના બધા જ દર્દીઓની સારવાર શક્ય નથી. પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એઈડ્‌સની સારવાર શક્ય છે અને તેના માટે જીન થેરાપીની મદદ લઈ શકે છે.

એચઆઈવી- પ્રતિરોધક કોષોને ટ્રાન્સપ્લાન્ટ કરવા એ સારવારની સફળતા માટે અત્યંત જરૂરી છે. આ પહેલા વૈજ્ઞાનિકોનું માનવુ હતું કે કોમન સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટને કારણે સાઈડ ઈફેક્ટ થઈ શકે છે, જેમાં ડોનરની ઈમ્યુન સિસ્ટમ રીસિવરની ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.