ફેનિલ હોસ્પિ.માંથી ડિસ્ચાર્જ, પોલીસને જોઈને રડવા લાગ્યો
સુરત, ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ઘાતકી હત્યા બાદ ઘટનાના ચોથા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જાે કે, સાંજે હત્યારા ફેનિલ ગોયાણીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે સાંજે સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હત્યારા ફેનિલને પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. આ દરમિયાન પોલીસને જાેઈને હત્યારો ફેનિલ રડવા લાગ્યો હતો.
સુરત નજીક પાસોદરામાં યુવતીની થયેલી કરપીણ હત્યા બાદ હવે સમગ્ર ઘટના ટોક ઓફ ઘી ટાઉન બની છે. એકતરફી પ્રેમમાં પાગલ હત્યારા ફેનિલ ગોયાણીએ હત્યા કર્યા બાદ પોતે પણ આપધાતનો પ્રયાસ કરતા પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યારે મંગળવારે ફેનિલને હોસ્પિટલમાંથી રજા અપાતા તેને કકત બંદોબસ્ત વચ્ચે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, ફેનિલ ગોયાણી કોલેજકાળથી જ ક્રિમિનલ માનસિકતા ધરાવતો હતો. એટલું જ નહીં તે ગેરકાયદે કપલ બોક્સ કાફે પણ ચલાવતો હતો. જ્યારે કોલેજકાળમાં છોકરીઓની છેડતી કરવી તેના માટે સામાન્ય બાબત હતી. તે કોલેજ કેમ્પસમાં હથિયારો સાથે દાદાગીરી પણ કરતો હતો.
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માને પામવા માટે છેલ્લા ઘણા મહિનાઓથી પ્રયાસ કરી રહ્યો હતો. જેમાં તેને નિષ્ફળતા મળતા તે ડ્રગના રવાડે પણ ચઢી ગયો હતો. આરોપી ફેનિલે યુવતીની હત્યા કર્યાના વિડીયો સામે આવ્યા છે.
જેમાં તેણે દવા કથિત રીતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક ૧૨ ફેબ્રુઆરીના રોજ ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો અને પરિવારની સામે જ ગ્રીષ્માનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી હતી.
માતા-પિતાને માર પડતા ફેનિલે બદલો લેવાનું નક્કી કર્યું હતું
પાસોદરા ખાતે એક યુવતીનું તેના જ પરિવારના લોકો સામે જાહેરમાં ગળુ કાપીને હત્યા કરી નાખવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યાં છે. તેવામાં ગ્રીષ્મા હત્યા કેસમાં હવે ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. ગ્રીષ્મા વેકરિયાનો હત્યારો ફેનિલ પહેલા આ જ યુવતી સાથે રિલેશનશિપમાં હતો.
પોલીસ સુત્રોના અનુસાર ફેનિલ ગોયાણીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેની તથા ગ્રીષ્માની ઓળખાણ પવન કળથિયા નામના એક મિત્ર થકી થઇ હતી. શરૂઆતમાં પવન ફેનિલની બાઇક લઇને ગ્રીષ્માને મળવા માટે જતો હતો. જાે કે ધીરે ધીરે ગ્રીષ્મા અને ફેનિલનો પરિચય વધ્યો હતો. ગ્રીષ્માએ મેસેજ કરતા બંન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આખરે બંન્ને મળવા પણ લાગ્યા હતા. બંન્ને અવાર નવાર મળતા જ રહેતા હતા.
જાે કે ૨૨ ડિસેમ્બરે ગ્રીષ્માનો જન્મ દિવસ હતો ત્યારે બંન્ને આર.વી કોલેજ નજીક મળ્યા હતા અને ત્યાંથી બંન્ને સાથે ફરવા પણ ગયા હતા. જાે કે ગ્રીષ્માનો ફોન તુટી જતા તે રિપેરિંગ માટે આપ્યો હતો. ગ્રીષ્માએ નવો મોબાઇલ ખરીદી લીધો હતો. જાે કે જુનો ફોન રિપેર થયો તે તેના મામાના હાથમાં આવતા તેમાં ગ્રીષ્મા અને ફેનિલના ફોટા હોવાથી બંન્નેના પ્રેમ સંબંધની ઘરે જાણ થઇ હતી.
જેથી પરિવાર દ્વારા ફેનિલને છોડી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેથી ગ્રીષ્માએ ફેનિલને ફોન કે મેસેજ નહી કરવા જણાવ્યું હતું અને તે કહે ત્યારે જ ફોન મેસેજ કરવા જણાવ્યું હતું. તેમ છતા પણ ગ્રીષ્માના મામાએ ફેનિલને અમરોલી ત્નઢ કોલેજ ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં ગ્રીષ્માના મામા-કાકાએ ફેનિલને ધમકાવ્યો હતો. ગ્રીષ્માને છોડી દેવા જણાવ્યું હતું.
ત્યાર બાદ ફેનિલના ઘરે જઇને ફેનિલ તથા તેના માં-બાપને પણ માર માર્યો હતો. ફેનિલનો મોબાઇલ ઝુંટવી લઇને ફોટા તથા મેસેજ ડિલિટ કરાવી દીધા હતા. જાે કે માં બાપને માર પડતા ફેનિલને લાગી આવ્યું હતું અને તેણે બદલો લેવાનો નિર્ધાર કર્યો હતો. ત્યાર બાદ સમગ્ર ઘટનાક્રમ બન્યો હોવાનું તેણે પોતાનાં નિવેદનમાં નોંધાવ્યું હતું.SSS