દીપિકા ચાર્ટર પ્લેનથી સુરત આવી એરપોર્ટ પર જ શૂટિંગ કરી પર ફરી
સુરત, બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ અમદાવાદની મહેમાન બની હતી. એક ટેક્સટાઇલ બ્રાંડના શુટિંગ માટે સુરત એરપોર્ટ પર આવી હતી. ત્યાં જ તેણે શુટિંગ કર્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ સુરત એરપોર્ટ પર એક ટેક્સટાઇલ એકમની સાડીની જાહેરાતનુ શૂટિંગ રનવે પર કર્યું હતું.
સવારે ૧૧ થી સાંજે ૬ દરમિયાન નોન એપ્રન રનવે પર શુટિંગ થયું હોવાના કારણે કોઇ પણ ફ્લાઇટના શિડ્યુલ પર અસર નહોતી પડી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨ સીટરના બે ચાર્ટડ પ્લેનમાં મુંબઇથી ટીમ સુરત આવી હતી. હાલ તો અભિનેત્રી વીઆઇપી લોન્જમા જઇ રહી હોય તે પ્રકારનાં વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
ચાહકોનાં અનુસાર દીપિકાના ફેન્સને આ અંગે માહિતી મળતાની સાથે જ એરપોર્ટ પર ખુબ જ ભીડ એકત્ર થઇ હતી. સેંકડો લોકોનાં ટોળેટોળા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. દીપિકાને નજીકથી જાેવા નહી મળતા તમામ નર્વસ થયા હતા. નિયમો અનુસાર કોઇને રનવે પર જવાની મંજુરી નહોતી મળી. આ ઉપરાંત દીપિકા ખુબ જ વ્યસ્ત હોવાનાં કારણે ચાહકોએ માત્ર ઝલક જાેઇને જ સંતોષ મનાવ્યો હતો.SSS