LKP સિક્યૂરિટીઝે HDFC Bank સાથે 3-in-1 એકાઉન્ટ માટે જોડાણ કર્યું
એલકેપી સિક્યૂરિટીઝે વિશેષ 3-in-1 ઓનલાઈન એકાઉન્ટ ઓફર કરવા માટે એચડીએફસી બેંક સાથે જોડાણ કર્યું છે. આ સુવિધા હેઠળ એલકેપી સિક્યૂરિટીઝનો ગ્રાહક તેની બેંક એકાઉન્ટ ઓપનીંગ ઔપચારિક્તાઓ પૂર્ણ કરી શકવા સાથે વધારાના બે લાભોમાં બ્રોકિંગ અને ડિમેટ એકાઉન્ટ મેળવી શકે છે.
3-in-1 એકાઉન્ટ ઘણા અન્ય લાભો પણ આપે છે. જેમકે તેમાં ટ્રેડિંગ એકાઉન્ટ ઓપનીંગ તારીખથી એક વર્ષ માટે કોઈ વાર્ષિક મેઈન્ટેનન્ટ ચાર્જિસ(એએમસી) લાગુ નહિ પડે તેમજ ડિમેટ એકાઉન્ટ ઓપનીંગની તારીખથી એક મહિના માટે રૂ. 500 સુધીના બ્રોકરેજ ચાર્જિસનો લાભ મળશે. ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ અન્ય સેગમેન્ટ્સ જેવાકે કોમોડિટિઝ અને કરન્સીમાં પણ ટ્રેડિંગની સુવિધા પૂરી પાડશે.
3-in-1 એકાઉન્ટ બેંક એકાઉન્ટથી ટ્રેડિંગ એકાઉન્ટમાં કોઈપણ પ્રકારની ઓથેન્ટિકેશન પ્રોસેસ વિના સરળ ફંડ ટ્રાન્સફરની સુવિધા પણ પૂરી પાડશે. સુરક્ષિત ઓનલાઈન એકાઉન્ટ ઓપનીંગ પ્રક્રિયા ગ્રાહકોને 3-in-1 ઓનલાઈન એકાઉન્ટ ઓપન કરાવવા માટે સક્ષમ બનાવશે. તેઓ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર ખાતેથી GETSETGROW@LKP મોબાઈલ એપને ટ્રેડિંગને ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરીને એનએસઈ, બીએસઈ અને એમસીએક્સ ખાતે ટ્રેડિંગ શરૂ કરી શકશે.
એલકેપી સિક્યૂરિટીઝના ગ્રાહકો તેમના ટ્રેડિંગ પોર્ટફોલિયોનું માનીટરિંગ કરી શકશે. તેમજ મ્યુચ્યુલ ફંડ્સમાં સોદા કરી શકશે. ઈ-આઈપીઓનો ઉપયોગ કરી એપ મારફતે આઈપીઓ માટે અરજી પણ કરી શકશે. તેમજ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ માર્કેટમાં પણ ટ્રેડ કરી શકશે. ગ્રાહકો તેમના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને ટ્રેક કરવા માટે ડેસ્કટોપ્સ અને સ્માર્ટફોન્સ પર એકાઉન્ટની વિગતો સરળતાથી મેળવી શકશે.
“એલકેપી સિક્યૂરિટીઝી ખાતે અમારો પ્રયાસ ગ્રાહકો માટે રોકાણ પ્રક્રિયાને સરળ, સીમલેસ અને અવરોધરહિત બનાવવાનો રહ્યો છે. અમારું બહુવિધ સુવિધાઓ તથા લાભો સાથેનું 3-in-1 એકાઉન્ટ રોકાણ માટે એક ચઢિયાતો અનુભવ પૂરો પાડશે. તે બેંકિંગ અને ઈન્વેસ્ટીંગનું અજોડ મિશ્રણ રજૂ કરવા સાથે ગ્રાહકોને માર્કેટમાં ઉપલબ્ધ તમામ તકોનો લાભ લેવાની તક પૂરી પાડે છે. અમારા આ પ્રયાસમાં ભાગીદાર બનવા માટે સહમત થવા બદલ અમે એચડીએફસી બેંકનો આભાર માનીએ છીએ. આના કારણે અમારો તથા રોકાણકારોનો વિશ્વાસ બમણો થયો છે,” એમ એલકેપી સિક્યૂરીટીઝના એમડી પ્રતિક દોષી જણાવે છે.
“એલકેપી સિક્યૂરિટીઝ લિમિટેડ સાથેનો આ સંયુક્ત પ્રયાસ ડિજિટલી એક જ પ્રયાસમાં સીમલેસ રીતે ટ્રેડિંગ, ડિમેટ અને બેંક એકાઉન્ટ ખોલાવવાની ઓફર સાથે ગ્રાહકોના અનુભવને વધુ સમૃદ્ધ બનાવવાનો છે. ગ્રાહકોને એચડીએફસી બેંકની વ્યાપક બેંકિંગ પ્રોડક્ટ્સનો લાભ પણ મળશે. આને કારણે એક રોમાંચક સફરની શરૂઆત થઈ છે જે એલકેપી સિક્યૂરિટીઝ અને એચડીએફસી બેંકને બ્રોકિંગ-બેંકિંગ ક્ષેત્રે વણખેડાયેલી તકો ઝડપવાની તક પૂરી પાડશે”,એમ એચડીએફસી બેંકના કેપિટલ માર્કેટ્સ એન્ડ ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ ગ્રૂપના બિઝનેસ હેડ આનંદ મંકોડી જણાવે છે.