આગામી પાંચ દિવસ જાેવા મળશે વરસાદી માહોલ
નવી દિલ્હી, દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં આ દિવસોમાં ભારે ઠંડી જાેવા મળશે. જાેકે, આ દિવસોમાં સૂર્ય દેવતા પણ તેમનો પૂર્ણ પ્રકાશ આપશે માટે લોકોને ઠંડકમાં રાહત મળશે. આ વચ્ચે હવામાનખાતાએ કેટલાંક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ સાથે જ ઉત્તરનાં પર્વતીય વિસ્તારમાં હવામાન ખઆતા અનુસાર હિમવર્ષા હોવાનું અનુમાન છે.
આ વિસ્તારમાં વરાસદ થઇ શકે છે. હવામાન ખાતા અનુસાર તટીય તમિલનાડુની ઉપર તેજ ઉત્તર પશ્ચિમી હવાઓને કારણે તમિલનાડુ અને કેરળમાં આગામી પાંચ દિવસ સુધી તેજ વરસાદ થઇ શકે છે. તો લક્ષદ્વીપમાં આગામી ૨ દિવસ સુધી ભારે વરસાદ થઇ શકે છે.
હવામાન ખાતાની માહિતી મુજબ, બે પશ્ચિમી વિક્ષોભને કારણે આગામી પાંચ દિવસ સુધી જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલિસ્તાન, મુઝફ્ફરાબાદનાં મોટાભાગનાં વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઇ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશનાં મોટાભાગનાં વિસ્તારમાં ૧૮થી ૨૦ ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા રહેશે.
તો ઉત્તરાખંડનાં કેટલાંક વિસ્તારમાં ૨૦ ફેબ્રુઆરીનાં વરસાદ અને હીમવર્ષા થઇ શકે છે. આગામી ત્રણ દિવસમાં અંડમાન અને નિકોબાર ટાપુમાં તોફાન અને ગાજવીજ સાથે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ૨૪ કલાકમાં અંડમાન અને નિકોબારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમનાં કેટલાંક વિસ્તારમાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે.SSS