Western Times News

Gujarati News

માઈકલ જેક્સનને સોનાની ચેઈન આપતાં અટકી ગયા હતા બપ્પી દા

મુંબઇ, બોલીવુડના જાણીતાં ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું ૬૯ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઈ સ્થિત એક હોસ્પિટલમાં બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી દા તરીકે દેશભરમાં જાણીતાં આ મહાન ગાયક અને સંગીતકારે ડીસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જાેકે પોતાના સંગીત સિવાય બપ્પી દા એમના લુક માટે પણ એટલા જ લોકપ્રિય હતા.

સોનાના દાગીના સાથે એમનો લગાવથી માત્ર ફિલ્મ જગત જ નહીં, આખી દુનિયા પરિચિત છે. સોનાના દાગીના પહેરવાના શોખીન બપ્પી દા અને દુનિયાભરમાં અકલ્પનીય લોકપ્રિયતા મેળવનારા માઈકલ જેક્સન સાથે એક રસપ્રદ કિસ્સો જાેડાયેલો છે.

માઈકલ જેક્સન જ્યારે ઈન્ડિયા આવ્યા હતા ત્યારે બનેલા આ કિસ્સા વિશે બપ્પી દાએ વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. ૧૯૯૯માં જ્યારે માઈકલ જેક્સન ઈન્ડિયા આવ્યા હતા ત્યારે મુંબઈમાં સ્થિત બાળાસાહેબ ઠાકરેના રહેઠાણ માતોશ્રીની મુલાકાત લીધી હતી. એ સમયે ત્યાં બપ્પી દા પણ હાજર હતા. આ દરમિયાન બાળા સાહેબ ઠાકરેએ માઈકલ જેક્સન અને બપ્પી દાની મુલાકાત કરાવી હતી.

માઈકલ જેક્સને પણ એ મુલાકાત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હું એમને ઓળખુ છું, એમના ગીતો પણ સાંભળ્યા છે. માઈકલ જેક્સને એ સમયે બપ્પી દાના ગળામાં રહેલી સોનાની ચેઈનના ખૂબ જ વખાણ કર્યા હતા.

એમના શબ્દો પર બપ્પી દાને એકવાર તો એવો વિચાર આવી ગયો હતો કે એ સોનાની ચેઈન માઈકલને ગિફ્ટમાં આપે, પરંતુ એ ગોલ્ડ ચેઈન એમના પત્નીએ ગિફ્ટમાં આપી હોવાથી બપ્પી દા અટકી ગયા હતા. બપ્પી દાની એ ગોલ્ડ ચેઈન સાથે ગણપતિ ભગવાનનું લોકિટ હતું. માઈકલ જેક્સનને એ ચેઇન ખૂબ જ ગમી ગઈ હતી.

બપ્પી દાનું કહેવુ હતું કે હું એક ધાર્મિક વ્યક્તિ છું અને માઈકલ જેક્સન પાસે તો કોઈ વસ્તુની ખોટ નથી. બપ્પી દા એક એવા ગાયક હતા જેમણે પોતાના લુકનો ટ્રેડમાર્ક કરાવ્યો હતો. એમનું માનવુ હતું કે એમના આ લુકને અન્ય કોઈપણ કોપી ના કરે. કારણ કે આ મુકામ પર પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. જે સોનાના દાગીના રુપે એમના શરીર પર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.