ઉદ્ધવ ઠાકરે તેલંગણાના મુખ્ય પ્રધાન કેસીઆર સાથે બેઠક કરશે
મુંબઇ, તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ કથિત ભાજપની જનવિરોધી નીતિઓ સામેના અભિયાનના ભાગરૂપે ૨૦ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને રાવને ફોન કરીને મુંબઇ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. ભાજપની કથિત જનવિરોધી નીતિઓ સામે રાવની લડાઇને જાળવી રાખવા માટે ઠાકરેએ ‘સંપૂર્ણ સમર્થન’ આપ્યું છે.
ઠાકરેએ રાવના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે રાષ્ટ્રને વિભાજનકારી શક્તિઓથી બચાવવા માટે તમે યોગ્ય સમયે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, એમ તેલંગણાના સીએમઓ (મુખ્ય પ્રધાન ઑફિસ)એ જણાવ્યું હતું. અનેક મદ્દાઓ પર કેન્દ્ર સરકારની ટીકા કરનારા રાવે રવિવારે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર અને પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરશે.HS