Western Times News

Gujarati News

હરિયાણામાં જલ્દી લાગુ થઈ જશે પ્રાઇવેટ નોકરીઓમાં અનામત

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને રાહત આપતા પંજાબ હરિયાણા હાઈકોર્ટના આ આદેશને રદ્દ કરી દીધો છે કે જેમાં સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં રાજ્યના રહેવાસીઓને આપવામાં આવેલા ૭૫ ટકા અનામતને હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવીને રાજ્ય સરકારને કહ્યું છે કે કોઈ ઈન્ડસ્ટ્રીની સામે અનામત કાયદો લાગુ કરવામાં કોઈ પગલું ઉઠાવવામાં આવશે નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ૪ અઠવાડિયામાં આ મામલે ચુકાદો આપવા માટે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારને કહ્યું કે તેઓ અત્યારે અનામત લાગુ ના કરનારા ઉદ્યોગો પર કોઈ દંડાત્મક કાર્યવાહી ના કરે. હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતુ કે હાઈકોર્ટે સરકારને પક્ષ રાખ્યા વિના કાયદા પર એકતરફી પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે ફરીદાબાદ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને અન્ય કરવામાં આવેલી અરજી પર રાજ્ય સરકારના કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અરજી કરનારા લોકોનું કહેવુ હતુ કે ખાનગી ક્ષેત્રમાં યોગ્યતા અને કોશલ્ય અનુસાર લોકોની પસંદગી કરવામાં આવી છે.

જાે નોકરીદાતાઓ પાસેથી કર્મચારીઓની પસંદગી કરવાનો અધિકાર લઇ લેવામાં આવશે તો ઉદ્યોગ કેવીરીતે આગળ વધી શકશે.
સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમ્યાન સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા આ પ્રકારની અનામત છે. ઝારખંડ અને મહારાષ્ટ્રને પડકાર આપવામાં આવ્યો નથી. આંધ્ર પ્રદેશ અને હરિયાણાને પડકાર આપવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે એસજીને પૂછ્યુ કે શું તમારુ સુચન છે, શું તમે ઈચ્છો છો. અહીં અમે કેસને ટ્રાન્સફર કરીએ અથવા ફક્ત હરિયાણાવાળા કેસની સુનાવણી કરીએ. જાે હાઈકોર્ટને પાછા મોકલીએ તો હાઈકોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવવાની જરૂર નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.