ચીનમાં મેડિકલમાં ભણતા ભારતીયો પ્રેક્ટિસ વગર ડૉક્ટર બની જશે

નવીદિલ્હી, વર્ષ ૨૦૧૭માં ચીનની મેડિકલ કૉલેજાેમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ એક પણ દિવસની ક્લિનિકલ પ્રેક્ટિસ વગર ડૉક્ટર બની જશે અને સ્મ્મ્જીની ડિગ્રી પણ મળી જશે. કોઇ પણ દર્દીના નિદાન વગર વિદ્યાર્થીઓ ડૉક્ટર બની જશે.
બીજી તરફ ચીન આગામી ૩ મહિના સુધી પ્રવાસ પરથી પાબંધી નહીં હટાવે તો ૨૦૧૮માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પણ મહેનત વગર ડિગ્રી મળી જશે. તો, ૨૦૧૬માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ક્લિનિકલ પ્રેક્ટિસ અધૂરી રહેશે.
કોવિડ મહામારીને કારણે માર્ચ ૨૦૨૦ બાદ ચીનમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા હતા. ત્યારથી તેઓ ઑનલાઇન માધ્યમથી અભ્યાસ કરી રહ્યાં છે. માર્ચ ૨૦૨૦ બાદથી ભારત પરત ફર્યા બાદ હજુ પણ ચીને ભારતીય વિદ્યાર્થીઓને પરત નથી બોલાવ્યા.
હુનાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અભિનવ સિંહ અનુસાર, ચીનમાં અભ્યાસ કરતા પોતાના વિદ્યાર્થીઓ માટે અનેક દેશોની સરકાર પગલાં લઇ રહી છે, પરંતુ ભારત સરકાર આ બાબતે ચીનથી વાત નથી કરતી. મેડિકલ વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ આવશ્યક હોવા છતાં અમે ઑનલાઇન અભ્યાસ કરી રહ્યા છીએ.
ચીન સરકારની ઝીરો કોવિડ નીતિને કારણે ત્યાં અનેક પ્રતિબંધો હોવાનું અન્ય એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું. જાે યાત્રા પાબંધી નહીં હટાવાય તો ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન થશે.૧૮ નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન નેશનલ મેડિકલ કમિશને કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ૧ વર્ષ વિદેશમાં ઇન્ટરશિપ કરવાની રહેશે.
બાદમાં તેઓ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિશન માટે ક્વોલિફાય કરશે અને પછી એક વર્ષ ભારતમાં ઇન્ટરશિપ કરવાની રહેશે. અગાઉ વિદ્યાર્થીઓને ચીન, બાંગ્લાદેશ, નેપાળ, ફિલિપાઇન્સમાં ઇન્ટરશિપ કરવાની તક અપાતી હતી અને ભારતમાં માન્ય રહેતું હતું.
વર્ષ ૨૦૧૫-૨૦૧૬ વચ્ચે ચીનની મેડિકલ કૉલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ઇન્ટરશિપ કરવાથી વંચિત રહ્યા છે. મેડિકલ કમિશને આ મામલે હસ્તક્ષેપ કરીને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો જાેઇએ તેવો અભિપ્રાય મેડિકલ અભ્યાસ ક્ષેત્રના નિષ્ણાતો આપી રહ્યા છે. વાસ્તવમાં, ક્લિનિકલ પ્રેક્ટિસમાં લાઇસન્સની આવશ્યકતા નથી રહેતી. આ વચ્ચે ચીનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ ભારતમાં પણ થઇ શકે છે.HS