શિવરાત્રી પછી એપીએમસીમાં ઉનાળુ શાકભાજીનું આગમન થશે
અત્યારે ભીંડા, ગવાર, ખીરા કાકડીની શરૂઆત
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, હાલમાં ન તો પૂરી ઠંડી છે કે ન તો ગરમી. વસંત ઋતુમાં મિશ્ર પ્રકારનું વાતાવરણ જાેવા મળી રહ્યુ છે. પરોઢીયે ઠંડી પડે છે તો બપોરે પંખા કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયુ છે. શિયાળામાં લીલોતરી સહિતના શાકભાજી ખાવાની મજા હતી. પરંતુ ધીમે ધીમેે બજારમાંથી લીલા શાકભાજી ઓછા થશેે.
અત્યારે એપીએમસીમાં ભીંડા, ગવાર, ફલાવર, ખીરા કાકડીની આવક ધૂમ થઈ રહી છે. જાે કે શિવરાત્રી પછી ઉનાળુ શાકભાજીનું આગમન થશે ત્યારે ભાવ ઓછા થશે. હાલમાં શિવરાત્રી સુધી લીલા શાકભાજી જાેવા મળશે.
આમ તો હવે, મોટા બજારોમાં અમુક શાકને બાદ કરતા મોટભાગના શાક જાેવા મળે છે. પરંતુ સિઝનના શાકભાજી ખાવાની મજા જે તે સમયમાં જ આવે છે. ઉદાહરણ રૂપે જાેઈએ તો લીલુ લસણ ખાવાની મજા તો ડીસેમ્બર-જાન્યુઆરી મહિનામાં જ આવે છ. હવે જે લીલુ લસણ આવે છે તે કે કુૃણુ હોતુ નથી. આવી રીતે તમામ શાકભાજીમાં આવુૃં વાતાવરણ જાેવા મળતુ હતુ. લીલા શાકભાજી જતા રહેશે. તેના સ્થાને ઉનાળુ પાક આવશે એની શરૂઆત શિવરાત્રી પછી થશે.
ઠંડી જતી રહેશે અને ગરમીનુૃ આગમન થશે. ઉનાળો ચાલુ વર્ષે કાળઝાળ રહે એવી શક્યતાઓ છે. કારણ કે આ વખતે શિયાળામાં પારો ખાસ્સો એવો ગગડ્યો હતો. તેથી ઉનાળો આકરો રહેશે એમ મનાય છે.
ઉનાળામાં કેરી, તડબૂચ, શક્કર ટેટી, કાચી કેરી સહિત અન્ય શાકભાજીનું આગમન થશે. મોટેભાગે એપીએમસીમાં શિવરાત્રી પછી ધીમે ધીમે ઉનાળુ શાકભાજી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી પહોંચશે. હાલમાં ભીંડા, ગવાર, ખીરા કાકડીનું આગમન થઈ ગયુ છે.